રમત ગમત

100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકાર્યા બાદ અકસ્માતનો શિકાર બન્યો David Warner, જુઓ વીડિયો

અંદાજે 3 વર્ષ બાદ ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાં ટ્રિપલ ફિગરનો આંકડો સ્પર્શ કર્યો. સાઉથ આફ્રિકાના બોલરો માટે તેમને આઉટ કરવા મુશ્કેલ બની ગયા છે. તેનું પરિણામ એ છે કે પહેલા તેણે પોતાની સદી પૂરી કરી અને હવે તેણે બેવડી સદી પણ ફટકારી છે. સૌથી મોટી વાત એ છે કે, ડેવિડ વોર્નર પોતાની 100મી ટેસ્ટમાં અનેક અજાયબીઓ કરતા જોવા મળ્યો હતો. મેલબોર્નની ગરમીનો સામનો કરીને, ડેવિડ વોર્નરે MCG પિચ પર તેની 100મી ટેસ્ટને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી નથી.

ડાબા હાથના ઓસ્ટ્રેલિયન ઓપનરે સાઉથ આફ્રિકા સામે બોક્સિંગ ડે ટેસ્ટમાં 254 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. તેની ટેસ્ટ કરિયરની આ ત્રીજી બેવડી સદી છે. વોર્નરની આ બેવડી સદીમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ મજબૂત બેવડી સદીના કારણે વોર્નરે 100મી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા સ્કોરનો 16 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

100મી ટેસ્ટમાં સૌથી મોટો સ્કોર બનાવનાર ખેલાડી

100મી ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો ઓસ્ટ્રેલિયન રેકોર્ડ પહેલા પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે હતો. તેણે વર્ષ 2006માં સાઉથ આફ્રિકા સામેની તેની 100મી ટેસ્ટની બે ઇનિંગ્સમાં 143 અણનમ અને 120 રન બનાવ્યા હતા. પરંતુ ડેવિડ વોર્નરે માત્ર પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો જ નહીં પરંતુ 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન બન્યો. આ સિવાય તે બોક્સિંગ ડે ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર 5મો ઓસ્ટ્રેલિયન છે.

100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર બીજો ખેલાડી

ડેવિડ વોર્નરની બેવડી સદી તેના 100માં ટેસ્ટમાંથી બહાર આવી છે. પોતાની 100મી ટેસ્ટ મેચ રમતા બેવડી સદી ફટકાવનાર ડેવિડ વોર્નર ઈગ્લેન્ડના જો રુટ બાદ બીજો ખેલાડી છે. જો રુટે વર્ષે 2021માં આ કમાલ કરી છે.

200 રન બનાવી વોર્નર રિટાયર્ડ હર્ટ

સાઉથ આફ્રિકા વિરુદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટમાં બીજી સદી ફટકાવ્યા બાદ વોર્નર થોડો મુશ્કિલીમાં જોવા મળતો હતો. જેના કારણે તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. આ મેરેથોન ઇનિંગ દરમિયાન, તેના પગની માંસપેશીઓમાં ખેંચાણ આવી હતી, જેના કારણે તે તેની ઇનિંગની વચ્ચે પણ તેની સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. વોર્નર હાલમાં 200 રન બનાવીને રિટાયર્ડ હર્ટ છે. એટલે કે તે ફરીથી બેટિંગ કરવા ઉતરી શકે છે અને જો આમ થાય છે તો 200 રનનો સ્કોર હજુ પણ મોટો થતો જોવા મળી શકે છે.

administrator
R For You Admin