તાજા સમાચાર

11 ક્રિકેટરો વરરાજા બન્યા, 3 ખેલાડીએ એક જ દિવસે લગ્ન કર્યા એક તો બીજી વખત ઘોડે ચડ્યો

નવા વર્ષમાં અનેક ક્રિકેટરો પોતાની બીજી ઈનિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. વર્ષ 2022માં કુલ 11 ક્રિકેટરોએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. તેમણે જીવનસાથી પસંદ કરીને પોતાની બીજી ઈનિંગની શરૂઆત કરી. કેટલાક વિદેશીઓએ ભારતીય યુવતીને પોતાની જીવનસંગીની બનાવી લીધી. કેટલાક 34 વર્ષની ઉંમરે વરરાજા બન્યા તો કેટલાક 66 વર્ષની ઉંમરે લગ્ન કરતા જોવા મળ્યા.

હરિસ રઉફ સાથે મુજાન મલિક : પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હરિસ રઉફ આ વર્ષે લગ્ન કરનાર છેલ્લો ક્રિકેટર હતો. તેણે ઈસ્લામાબાદમાં તેની ક્લાસમેટ મુઝાન મલિક સાથે લગ્ન કર્યા. હરિસના લગ્નમાં હાજરી આપવા ઘણા પાકિસ્તાની ક્રિકેટરો પહોંચ્યા હતા.

મેક્સવેલ અને વિની : ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ઓસ્ટ્રેલિયામાં માર્ચ 2022માં ભારતીય મૂળની વિની રમન સાથે લગ્ન કર્યા હતા. આઈપીએલ 2022 પહેલા થયેલા આ લગ્ન ચર્ચામાં રહ્યા હતા, ખાસ કરીને જ્યારે આ કપલ ભારત આવ્યું અને 27 માર્ચે સાઉથ ઈન્ડિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યા.

જયા ભારદ્વાજે દીપક ચહર સાથે : 2021માં પ્રપોઝ કર્યું અને 2022માં લગ્ન કર્યા. ભારતીય ટીમ અને CSKના ઓલરાઉન્ડર દીપક ચહરે પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે આગરામાં લગ્ન કર્યા. ચાહરના લગ્નમાં એમએસ ધોની ઉપરાંત ઈશાન કિશન, ઋષભ પંત અને શિખર ધવન પણ પહોંચ્યા હતા.

કેથરિન બ્રન્ટ સાથે નેટ સીવર : ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની આ બે ખેલાડીઓએ 30 મે 2022ના રોજ લગ્ન કર્યા હતા. આ બંને છેલ્લા 5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહી હતી

અરુણ લાલ સાથે બુલ-બુલ : વર્ષ 2022માં અરુણ લાલે 66 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કરવાની જાહેરાત કરી ત્યારે બધાને ચોંકાવી દીધા. લાલે તેની ગર્લફ્રેન્ડ બુલબુલ સાહા સાથે કોલકાતામાં લગ્ન કર્યા હતા. તેની પૂર્વ પત્ની રીના પણ આ લગ્ન માટે સંમત થઈ ગઈ.

ચરિથ અસલંકા, પથમ નિસાંકા અને કસુન રાજિતા : આ ત્રણેય શ્રીલંકાના ક્રિકેટરોએ એક જ દિવસે એટલે કે 28 નવેમ્બર 2022ના રોજ લગ્ન કર્યા હતા. ટી-20 વર્લ્ડ કપ રમીને ઓસ્ટ્રેલિયાથી ઘરે પરત ફરતા જ ત્રણેએ લગ્ન કરી લીધા હતા.

એલેક્સ મેકલિયોડ સ્મિથ જિમી નીશમ : ન્યૂઝીલેન્ડના ક્રિકેટર જિમ્મી નીશમે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં તેના લાંબા સમયના પાર્ટનર એલેક્સ મેકલિયોડ સ્મિથ સાથે લગ્ન કર્યા હતા.

રાહુલ શર્માના લગ્ન: ભારત અને રાજસ્થાન રોયલ્સના પૂર્વ સ્પિનર રાહુલ શર્માએ પોતાની મંગેતર સાથે 8 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.

administrator
R For You Admin