મનોરંજન

એરપોર્ટ પર સુરક્ષાકર્મીઓએ કેટરીના કૈફને બોલાવી પરત

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરીના કૈફ સતત લાઈમલાઈટમાં રહે છે. પરિવાર સાથે ક્રિસમસ પાર્ટી એન્જોય કર્યા બાદ બંને સોમવારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે નીકળી ગયા હતા. બંને એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન કેટરીના પોતાનું આઈડી ચેક કરાવ્યા વિના એરપોર્ટની અંદર ગઈ હતી, ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ તેને પાછી બોલાવી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

કેટરીના કૈફ અને વિકી કૌશલનો આ વીડિયો માનવ મંગલાનીએ ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે, જેમાં બંને એરપોર્ટ પર સાથે જોવા મળે છે. કેટરીના કૈફ કલરફુલ પ્રિન્ટેડ નાઈટ સૂટમાં જોવા મળી રહી છે, જ્યારે વિકી કૌશલ જીન્સ અને સફેદ શર્ટમાં જોવા મળી રહ્યો છે.

આઈડી ચેકિંગ માટે પણ ન રોકાઈ કેટરીના

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટરીના કૈફ અને વિકી કૌશલ બંને એરપોર્ટની અંદર જવા તરફ આગળ વધે છે. એન્ટ્રી ગેટ પર વિકી કૌશલ તેનું આઈડી ચેક કરાવવા માટે રોકાઈ જાય છે, પરંતુ કેટરીના ચેક કર્યા વગર એરપોર્ટની અંદર જતી રહે છે. ત્યારબાદ એન્ટ્રી ગેટ પર હાજર સુરક્ષાકર્મીઓએ કેટરીનાને પરત બોલાવે છે. કેટરીના તરત જ બહાર આવે છે, ત્યારપછી તપાસ પ્રક્રિયા પૂરી થાય છે, પછી કેટરીના અને વિકી એરપોર્ટની અંદર જાય છે.

કેટરિના કૈફનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટરિના સાથે આઈડી ચેકિંગની આ ઘટનાની લોકો ચર્ચા કરી રહ્યા છે, પરંતુ તેની સાથે લોકો આ કપલની પણ ચર્ચા કરી રહી છે. બંનેની સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે. કેટરીના અને વિકીના લગ્ન ડિસેમ્બર 2021માં થયા હતા, ત્યારથી બંને લાઈમલાઈટમાં છે.

કેટરીના અને વિકીનું વર્કફ્રન્ટ

બંનેના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ વિકી કૌશલ ફિલ્મ ‘ગોવિંદ નામ મેરા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મ 16 ડિસેમ્બરે રિલીઝ થઈ છે. કેટરીના કૈફના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફિલ્મ ‘ફોન ભૂત’માં જોવા મળી હતી. આ સિવાય તે ટાઈગર 3 અને જી લે જરામાં જોવા મળી હતી.

administrator
R For You Admin