તાજા સમાચાર

તુનિષાના કાકાએ દાવો કરતા કહ્યુ – તુનિષા શર્માનું મોત લવ જેહાદના કારણે થયું

‘અલી બાબા-દાસ્તાન એ કાબુલ’ ટીવી સીરિયલની અભિનેત્રી તુનિષા શર્માના મૃત્યુથી બધા ચોંકી ગયા છે. 20 વર્ષીય અભિનેત્રીએ કરેલી અચાનક આત્મહત્યા બાદ, આ મામલે ઘણા એંગલ સામે આવી રહ્યા છે. તુનિષા શર્માનો પરિવાર સતત ન્યાયની માંગ કરી રહ્યો છે. તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે તુનિષા શર્માના કાકા પવન શર્માએ મોટું નિવેદન આપ્યું છે. પવન શર્માનું કહેવું છે કે, પોલીસે આ મામલે લવ જેહાદના એંગલથી પણ તપાસ કરવી જોઈએ. તુનિષા શર્માના કાકાનો દાવો છે કે, તુનિષા શર્માનું મોત લવ જેહાદના કારણે થયું હતું. તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસે તેના કો-સ્ટાર અને પૂર્વ બોયફ્રેન્ડ શીજાન મોહમ્મદ ખાનને કસ્ટડીમાં લીધો છે.

તુનિષાના કાકાએ ગણાવ્યો ‘લવ-જેહાદનો મામલો’

તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં હવે તુનિષા શર્માના કાકા પવન શર્માનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું- ‘હું માનું છું કે આ 100 ટકા લવ જેહાદનો મામલો છે. હું ઈચ્છું છું કે પોલીસ વિશેષ રીતે તેની તપાસ કરે. તેમણે કહ્યું કે પોલીસે આ મામલે દરેક અલગ-અલગ કેસની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. અમને ખબર નથી કે તે આત્મહત્યા છે કે બીજું કંઈક. અમારી પાસે કોઈ વિડિયો રેકોર્ડિંગ નથી.

પોલીસ તપાસ સામે સવાલો

તુનિષા શર્માનો પરિવાર સતત ન્યાયની માંગ કરી રહ્યો છે. પરિવારનું કહેવું છે કે આ મામલાની દરેક એંગલથી તપાસ થવી જોઈએ. સાથે જ તુનિષા શર્માના કાકાએ પણ પોલીસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેણે કહ્યું છે કે- ‘પોલીસ પ્રશાસન આ મામલાને આત્મહત્યા ગણાવી રહ્યું છે, પોલીસે પહેલા આ મામલાની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ, પછી તેને આત્મહત્યા કહેવી જોઈએ કે કંઈક. તેમણે એમ પણ કહ્યું કે અત્યાર સુધી પોલીસે અમારા પરિવારના કોઈ સભ્યનું નિવેદન લીધું નથી.

લવ જેહાદના એંગલને પોલીસે ફગાવી દીધો

તમને જણાવી દઈએ કે પોલીસ તુનિષા શર્મા આત્મહત્યા કેસની સતત તપાસ કરી રહી છે. પોલીસે તુનિષા શર્માના પૂર્વ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાનને કસ્ટડીમાં લીધો છે. પોલીસ સતત શીજાનની પૂછપરછ કરી રહી છે. જોકે, તપાસ બાદ પોલીસ ઓથોરિટીએ જણાવ્યું હતું કે તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં લવ જેહાદનો કોઈ એંગલ નથી. મેડિકલ રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીનું મોત લટકવાને કારણે થયું છે

administrator
R For You Admin