ગુજરાત

પલસાણા તાલુકામાં યુવક પર ફાયરીંગ થયું હોવાની ઘટના સામે આવી છે ,રોડ પર મોબાઈલ પર વાત કરી રહેલા યુવકના હાથ માંથી મોબાઈલ ઝૂટવવાનો પ્રયાસ કરતા યુવકે પ્રતિકાર કરતા લુટારુ એ યુવક પર ફાયરીંગ કરી દીધું હતું

ગઈકાલે સાંજ ના સમયે પલસાણા તાલુકાના હલ્દરું ગામ પાસે યુવક પર ફાયરીંગ થયું હોવાની ઘટના સામે આવી છે ,યુવક પોતાના મિત્ર સાથે હલ્દરું કેનાલ રોડ પર મોબાઈલ પર વાત કરી રહ્યો હતો દરમ્યાન બાઈક પર આવેલા ૨ ઇસમો એ મોબાઈલ ઝૂટવી લેવાનો પ્રયાસ કર્યો હતો ,જોકે યુવક વિનોદ રાઠોડ દ્વારા લુટારુ નો પ્રતિકાર કરતા લુટારા એ યુવક વિનોદ રાઠોડ પર પોતાની પાસે રહેલી પિસ્તોલ વડે યુવક પર ફાયરીંગ કરી દીધું હતું અને બાઈક પર બેસી ને ફરાર થઇ ગયા હતા ,જોકે લુટારુ દ્વારા કરવામાં આવેલા ફાયરીંગ ની ગોળી યુવક વિનોદ રાઠોડ ને હાથ માં વાગતા વિનોદ રાઠોડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેથી વિનોદ રાઠોડ ને બારડોલી ખાતે હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ,હાલ પોલીસે યુવક વિનોદ રાઠોડ ની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે

administrator
R For You Admin