રમત ગમત

ક્રિકેટ રસિયાઓ થઈ જાઓ તૈયાર ભારતીય ક્રિકેટ ટીમનું વર્ષ 2023માં આવું રહેશે શેડ્યુલ

વર્ષ 2023માં ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. ભારતીય ટીમ નવા વર્ષના ત્રીજા દિવસથી જ ક્રિકેટમાં વ્યસ્ત થઈ જશે. ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત શ્રીલંકા સામે ઘરઆંગણે સિરીઝથી કરવા જઈ રહી છે. આ પછી ન્યુઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. ત્યારબાદ ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચ માટે ભારતનો પ્રવાસ કરશે.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ ઘણી મહત્વની બની રહી છે. જો ભારતીય ટીમ ચારમાંથી ત્રણ ટેસ્ટ મેચ જીતી લે છે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરી લેશે. ઓસ્ટ્રેલિયા સીરીઝ બાદ આઈપીએલ, એશિયા કપ, ઓડીઆઈ વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટનું પણ આયોજન થવાનું છે. જો જોવામાં આવે તો ભારત ઘરઆંગણે ઘણી મેચો રમવાનું છે. ODI વર્લ્ડ કપ 2023 પણ માત્ર ભારતની ધરતી પર જ યોજાવાનો છે. આવી સ્થિતિમાં ચાહકોને ટીમ ઈન્ડિયા પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

આવો જાણીએ વર્ષ 2023માં ભારતીય ટીમના શેડ્યૂલ વિશે

ભારતનો શ્રીલંકા પ્રવાસ (જાન્યુઆરીમાં):

  • 1લી T20 – 3 જાન્યુઆરી, મુંબઈ
  • બીજી T20 – 5 જાન્યુઆરી, પુણે
  • ત્રીજી T20 – 7 જાન્યુઆરી, રાજકોટ
  • 1લી ODI – 10 જાન્યુઆરી, ગુવાહાટી
  • 2જી ODI – 12 જાન્યુઆરી, કોલકાતા
  • ત્રીજી ODI – 15 જાન્યુઆરી,તિરુવનંતપુરમ

ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ (જાન્યુઆરી-ફેબ્રુઆરી):

  • પ્રથમ ODI – 18 જાન્યુઆરી, હૈદરાબાદ
  • બીજી ODI – 21 જાન્યુઆરી, રાયપુર
  • ત્રીજી ODI – 24 જાન્યુઆરી, ઈન્દોર
  • પ્રથમ T20 – 27 જાન્યુઆરી, રાંચી
  • બીજી T20 – 29 જાન્યુઆરી, લખનૌ
  • ત્રીજી T20 – 1 ફેબ્રુઆરી, અમદાવાદ

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (ફેબ્રુઆરી-માર્ચ):

  • પ્રથમ ટેસ્ટ – 9 થી 13 ફેબ્રુઆરી, નાગપુર
  • બીજી ટેસ્ટ – 17 થી 21 ફેબ્રુઆરી, દિલ્હી
  • ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ, ધર્મશાલા
  • ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ, અમદાવાદ
  • પ્રથમ ODI – 17 માર્ચ, મુંબઈ
  • બીજી ODI – 19 માર્ચ, વિશાખાપટ્ટનમ
  • ત્રીજી ODI – 22 માર્ચ, ચેન્નાઈ

IPL 2023 (એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા)

વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ (જુલાઈ-ઓગસ્ટ):

2 ટેસ્ટ, 3 ODI અને 3 T20 મેચ (શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી)

એશિયા કપ (સપ્ટેમ્બર):

સ્થળ અને તારીખો પછીથી જાહેર કરવામાં આવશે

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (સપ્ટેમ્બર):

3 ODI (સ્થળ, તારીખો હજુ જાહેર કરવાની બાકી છે)

ODI વર્લ્ડ કપ (10 ઓક્ટોબર – 26 નવેમ્બર):

WC ભારતમાં યોજાશે અને 48 મેચો રમાશે (સ્થળો, તારીખો નક્કી કરવામાં આવશે)

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (નવેમ્બર-ડિસેમ્બર):

5 T20 મેચો (સ્થળો અને તારીખો પછી જાહેર કરવામાં આવશે)

administrator
R For You Admin