જાણવા જેવું

પાક ઉગતા પહેલા જ આવવા લાગ્યા ઓર્ડર, અમેરિકાથી મંગાવ્યું બિયારણ, જાણો કાળા બટાટાની ખેતી વિશે

તમે બટેટા તો જોયા જ હશે જે સામાન્ય રીતે પીળા અથવા થોડા સફેદ હોય છે પરંતુ શું તમે ક્યારેય કાળા બટાટા વિશે સાંભળ્યું છે ? આજે અમે તમને કાળા બટેટાની ખેતી વિશે જણાવીશું. કાળા બટાટા અથવા એર બટેટાના નામે આ ઓળખાય છે. આ બટેટાની ઉપજ સામાન્ય બટાટા જેવી જ છે. તેના પાન સામાન્ય બટાટા કરતા થોડા અલગ હોય છે. તેઓ જામફળના નાના પાંદડા જેવા છે. ચાલો જાણીએ કે શું હોય છે કાળા બટાટા અને કેવી રીતે અને ક્યા થાય છે તેની ખેતી.

આ બટેટામાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે, જેના કારણે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કાળા બટાકામાં ગ્લાયકેમિક ઈન્ડેક્સ 77 જોવા મળે છે, જ્યારે પીળા બટાકાની જીઆઈ 81 અને સફેદ બટાકાની જીઆઈ 93 છે. 70-80 GI હોવાને કારણે, કાળા બટાટા અન્ય બટાકાની તુલનામાં ઉચ્ચ ગુણવત્તાવાળા માનવામાં આવે છે. તેમાં એન્થોકયાનિન મળી આવે છે, જેના કારણે કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ મટાડી શકાય છે. તેમાં વધુ પૌષ્ટિક તત્વો મળી આવ્યા છે, જેના કારણે તેના સેવનથી બ્લડ સુગરને નિયંત્રિત કરી શકાય છે.

શું કહે છે ખેડૂત
બિહારના ગયાના એક ખેડૂત આ બટાટાની ખેતી કરી રહ્યા છે. જેમણે 14 કિલો કાળા બટાટાનું વાવેતર કર્યું છે. જેમને બટાટા વાવતાની સાથે જ 100 કિલો બટાટાની ડિમાન્ડ આવી ગઈ છે. જેની કિંમત 300-600ની વચ્ચે રહેવાની આશા છે. ખેડૂત અનુસાર પાકનું ઉત્પાદન સારી રીતે થયું છે, જેની ખેતી સંપૂર્ણ ઓર્ગેનિક રીતે કરી છે. ત્યારે ઉપજને જોતા અંદાજે 2 ક્વિન્ટલ ઉત્પાદન થવાની ધારણા છે.

ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવશે

ખેડૂત અનુસાર સૌથી મહત્વની વાત એ છે કે ઉત્પાદન પહેલા જ તેની માગ દેશના વિવિધ ભાગોમાંથી આવી છે. ખાદ્યપદાર્થોના સંદર્ભમાં ઘણી જગ્યાએથી માગ આવી રહી છે, પરંતુ તેટલું બિયારણ ઉપલબ્ધ ન હોવાને કારણે તે કેટલાક ખેડૂતોને મોકલવામાં આવશે. તેમને તેની ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. અમે દરરોજ તેની દેખરેખ રાખીએ છીએ. બટાટાનું ઉત્પાદન થતાં જ તેને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે કારણ કે જેટલા ગુણની તેના વિશે ચર્ચા થઈ રહી છે તે સાચી છે કે નહીં તે જાણી શકાય, કારણ કે મેં તેનો અભ્યાસ કર્યા બાદ જ તેની ખેતી શરૂ કરી છે.

અમેરિકામાં થાય છે ખેતી

મુખ્યત્વે કાળા બટાટા અમેરિકાના એન્ડીસ શહેરના પર્વતીય પ્રદેશમાં મોટા પાયે ઉગાડવામાં આવે છે. તેમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. ગયામાં તેની ખેતી 14 કિલો બટાકા સાથે ટ્રાયલ તરીકે શરૂ કરવામાં આવી છે. તેના બીજની અમેરિકાથી 1500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આયાત કરવામાં આવી છે. જો ટ્રાયલ સફળ થશે તો આ ખેતીને મોટાપાયે ફેલાવવાની તૈયારી છે. તેની ડિમાન્ડ પણ આવવા લાગી છે.

administrator
R For You Admin