ગુજરાત

ગુજરાતની અનોખી રેસ્ટોરન્ટ, જ્યાં ગ્રાહકોને ટ્રેન મારફતે પીરસાય છે ભોજન

આપણે બધાને બહારનું ખાવાનું વધું ભાવતું હોય છે. જેને ખાવા માટે મોટાભાગના લોકો મોટી રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ કરે ,છે પરંતુ આજે એવી રેસ્ટોરન્ટ વિશે વાત કરીશું જેમાં માણસો દ્વારા નહીં પણ ટ્રેન મારફતે ખાવાનું પીરસવામાં આવે છે. આ રેસ્ટોરન્ટ અન્ય રેસ્ટોરન્ટ કરતા અલગ થીમની હોવાથી લોકો તેને જોવા અને અનુભવ લેવા માટે લોકોની ભીડ ઉમટાય છે. જેની ચર્ચા બધી જ જગ્યાએ થાય છે. લોકોના અનુસાર આ રેસ્ટોરન્ટમાં ફુડની સર્વિસ સારી છે. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ પણ ગ્રાહકનો ઓર્ડર બીજા વ્યક્તિને ન મળી જાય. તો આ અનોખી રેસ્ટોરન્ટ ભારતમાં કઈ જગ્યાએ છે તે જાણીશું.

આ રેસ્ટોરન્ટ ક્યાં છે

આ રેસ્ટોરન્ટનું નામ ટ્રેનિયન એક્સપ્રેસ રેસ્ટોરન્ટ છે. અહીંની ખાસ વાત એ છે કે બદલાતી ટેક્નોલોજીની સાથે આ રેસ્ટોરન્ટમાં લોકોને રોજગાર પણ આપવામાં આવે છે. આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે લોકોને ટ્રેન દ્વારા ભોજન પીરસવામાં આવે છે. રેસ્ટોરન્ટ દ્વારા ભોજન સર્વ કરવાની નવી રીતને લોકો ખૂબ જ પસંદ છે. ટ્રેનિયન એક્સપ્રેસ રેસ્ટોરન્ટ ગુજરાત રાજ્યના સુરત શહેરમાં આવેલી છે. આ રેસ્ટોરન્ટના રસોડામાંથી બહાર આવ્યા બાદ આ ટોય ટ્રેન દ્વારા જ લોકો જ્યાં બેસે છે ત્યાં તેમનો ઓર્ડર પહોંચાડે છે.

ટ્રેનના કોચમાં ભોજન પીરસવામાં આવે છે

આ રેસ્ટોરન્ટમાં તમારે ઓર્ડર મુજબ ટોય ટ્રેનના અલગ-અલગ કમ્પાર્ટમેન્ટમાં બ્રેડ, ગ્રેવી, શાકભાજી રાખવામાં આવે છે. આ ટ્રેન ગ્રાહકોના ટેબલ નજીક ઉભી રહે છે અને પછી લોકો તેમાંથી પોતાનું ખાવાનું કાઢી લે છે. લોકો ખાવાનું બહાર કાઢે પછી જ તે ટોય ટ્રેન આગળ વધે છે. આ રેસ્ટોરન્ટમાં અનેક પ્રકારની ટોય ટ્રેનો છે, જે રેસ્ટોરન્ટમાં બનાવેલા અલગ-અલગ ટ્રેક પર જાય છે અને લોકોને ખાવાનું સર્વ કરે છે.

રેસ્ટોરન્ટ ટેબલના અલગ અલગ નામ છે

આ રેસ્ટોરન્ટમાં સુરત શહેરના વિસ્તારો અનુસાર અલગ-અલગ ટેબલના ખાસ નામ આપવામાં આવ્યા છે. રેસ્ટોરન્ટની થીમ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. સુરતની રેસ્ટોરન્ટમાં ટ્રેનને રિમોટની મદદથી ચલાવવામાં આવે છે અને લોકો દૂર દૂરથી આ રેસ્ટોરન્ટમાં મજા માણવા આવે છે.

administrator
R For You Admin