નવું વર્ષ આવવાનું છે. નવા ધમાકા પણ થશે. આવતા વર્ષે ભારત-પાકિસ્તાન આમને-સામને થશે. મેચ T20ની હશે. તક T20 વર્લ્ડ કપની છે. ભારતની મહિલાઓ પણ પુરુષોથી ઓછી નથી. પાકિસ્તાનની મહિલા ટીમને સામે જોઈને તેમનો ઉત્સાહ પણ વધી જાય છે અને જીતનો જુસ્સો તેમને મારી નાખે છે આઈસીસી મહિલા ટી 20 વર્લ્ડ કપ 2023નો પ્રારંભ 10 ફ્રેબુઆરીથી થશે, પરંતુ આ પહેલા ભારત પોતાની સફરની શરુઆત 12 ફ્રેબુઆરીથી કરશે. ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ પોતાના અભિયાનની શરુઆત કરશે અને પ્રથમ મેચ કેપટાઉનમાં રમાશે.
12 ફ્રેબુઆરી 2023ના રોજ મહા ટક્કર
કેપટાઉનની પિચ પર 12 ફ્રેબુઆરી 2023ના રોજ કઈ ટીમનું પલડું ભારે રહેશે ભારત કે પછી પાકિસ્તાનનું, એ જણાવવું જરુરી નથી કારણ કે, આ ફોર્મેટમાં ભારતનું પ્રદર્શન પાકિસ્તાન પર સારું જ જોવા મળે છે. ટૂર્નામેન્ટમાં ભારતે પોતાની ટીમની પણ પસંદગી કરી લીધી છે. હવે બસ રાહ જોવાય રહી છે તો માત્ર એ દિવસની જ્યારે આઈસીસી ટૂર્નામેન્ટ શરુ થશે. મેદાન પર જ્યારે ભારતની મહિલા ટીમ ઉતરશે તો સામે પાકિસ્તાનની ટીમ હશે.
T20 World Cup 2023 ભારતીય મહિલા ટીમનું શેડ્યૂલ (લીગ મેચ)
- 12 ફેબ્રુઆરી ભારત V/S પાકિસ્તાન કેપ ટાઉન
- 15 ફેબ્રુઆરી ભારત V/S વેસ્ટ ઈન્ડિઝ કેપ ટાઉન
- 18 ફેબ્રુઆરી ભારત V/S ઈંગ્લેન્ડ પોર્ટ એલિઝાબેથ
- 20 ફેબ્રુઆરી ભારત V/S આયર્લેન્ડ પોર્ટ એલિઝાબેથ
ભારત ગ્રુપ 2માં, 26 ફેબ્રુઆરીએ ફાઈનલ
ભારતીય ટીમ ટુર્નામેન્ટના ગ્રુપ 2માં છે. આ સિવાય આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને આયર્લેન્ડ છે. એટલે કે આગળનો રસ્તો સરળ નહીં હોય. અન્ય ટીમોના પડકારો પણ હશે. દરેક ગ્રુપમાંથી બે ટીમો આગળ વધશે, જે સેમિફાઇનલમાં પહોંચશે. ટુર્નામેન્ટની સેમિફાઇનલ 26 ફેબ્રુઆરી 2023ના રોજ રમાશે.
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2023 પહેલા ટ્રાઈ સિરીઝ રમશે
સારી વાત એ છે કે 2023માં T20 વર્લ્ડ કપમાં પ્રવેશતા પહેલા ભારતીય ટીમ સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રિકોણીય સિરીઝ રમવા જઈ રહી છે. આ સિરીઝ 19મી જાન્યુઆરીથી શરૂ થઈને 2જી ફેબ્રુઆરી સુધી ચાલશે. તેનો અર્થ એ કે હરમનપ્રીત એન્ડ કંપની પાસે તેમની તૈયારીઓને સુધારવાની સંપૂર્ણ તક હશે.
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજના સરવૈયા, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ અને શિખા પાંડે.