રમત ગમત

સૂર્યકુમાર બનશે સર્વશ્રેષ્ઠ T20 ખેલાડી? પાકિસ્તાન-ઈંગ્લેન્ડ તરફથી પડકાર

દર વર્ષની જેમ આ વખતે પણ ICCએ તેના વિશેષ પુરસ્કારો માટે નામાંકન જાહેર કર્યું છે. ‘ICC મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર 2022’ માટે ચાર અલગ-અલગ દેશોના ખેલાડીઓનું નામાંકન કરવામાં આવ્યું છે, જેમાં ભારતના સૂર્યકુમાર યાદવનું નામ પણ સામેલ છે.

આ વર્ષે સૂર્યકુમાર માટે શાનદાર રહ્યું છે. તેમણે આ વર્ષે ટી 20 ફોર્મેટમાં 187.43નો સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ 1164 રન બનાવ્યા છે. તેમણે આ વર્ષે 68 સિક્સ પણ ફટકારી છે. ટી20માં તેમણે આ વર્ષે 9 અડધી સદી ફટકારી છે. હાલમાં આઈસીસી રેન્કિંગમાં નંબરવન ટી 20 બેટસમેન છે.

ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર કેપ્ટન સિકંદર રઝા માટે પણ આ વર્ષ ઘણું ખાસ હતું. ખાસ કરીને T20 વર્લ્ડ કપમાં તેણે શાનદાર રમત દેખાડી હતી. આ વર્ષે તેણે T20માં 150થી વધુની સ્ટ્રાઈક રેટથી 735 રન બનાવ્યા. સાથે જ 25 વિકેટ પણ લીધી હતી. ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ઝિમ્બાબ્વેની ઐતિહાસિક જીતમાં પણ સિકંદરે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરનને પણ નોમિનેટ કરવામાં આવ્યો છે. આ વર્ષના T20 વર્લ્ડ કપમાં કરન પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો. તેણે અહીં 13 વિકેટ લીધી હતી. આખા વર્ષમાં તેણે 19 મેચ રમી જેમાં તેણે 25 વિકેટ અને 67 રન બનાવ્યા. તેની શાનદાર રમતના કારણે તેને આઈપીએલની હરાજીમાં અત્યાર સુધીની સૌથી મોટી બોલી લાગી હતી.

પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પણ તેની બેટિંગ અને વિકેટકીપિંગના કારણે આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. તેણે 25 T20I મેચમાં 996 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે નવ કેચ અને ત્રણ સ્ટમ્પિંગ પણ લીધા હતા. રિઝવાનની આ વર્ષે T20માં 10 અડધી સદી છે. તે હાલમાં ICC રેન્કિંગમાં બીજા ક્રમે છે

administrator
R For You Admin