કરીના કપૂર અને તેના પતિ અભિનેતા સૈફ અલી ખાન હાલના દિવસોમાં નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે. નવા વર્ષની ઉજવણી માટે બંને પોતપોતાના ફેવરિટ ડેસ્ટિનેશન સ્વિટ્ઝર્લેન્ડની ફેમિલી ટ્રીપ પર ગયા છે. સ્વિત્ઝર્લેન્ડનું Gstaad બોલિવૂડ સ્ટાર્સની ફેવરિટ જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. મોટાભાગના સેલિબ્રિટી તેમની રજાઓ મનાવવા માટે આ જગ્યા પસંદ કરે છે. કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેયર કર્યો છે અને કહ્યું છે કે તેને અહીં આવવા માટે 3 વર્ષ રાહ જોવી પડી હતી.
તમને જણાવી દઈએ કે કરીના કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના નાના પુત્રો જહાંગીર અલી ખાન, સૈફ અને તૈમુર સાથેનો એક ફોટો શેર કર્યો છે. કેપ્શન આપતા તેણે કહ્યું છે કે, તે 3 વર્ષની રાહ જોયા બાદ અહીં પહોંચી છે. કરીના અહીં જહાંગીર અલી સાથે પહેલીવાર આવી છે.
કરીનાને ખુબ પસંદ છે આ સ્થળ
કરીના કપુર વર્ષ 2012માં પોતાના લગ્ન બાદ દર વર્ષે સૈફ અલી ખાનની સાથે આ સ્થળ પર આવતી રહે છે. આ વખતે તે ત્રણ વર્ષ પછી ફેમિલી વેકેશન પર અહીં આવી છે. જે ફોટો કરીનાએ શેયર કર્યો છે. આ ફોટો Gstaad રિસોર્ટનો છે. કરીના કપુરને આ જગ્યા ખુબ પસંદ છે. જેનો અંદાજો એ પરથી લગાવવામાં આવે કે, ગત્ત વર્ષે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરી તે Gstaadને ખુબ મિસ કરી રહી હતી. આ દરમિયાન તેમણે તેના વિશે વાત પણ કરી હતી. કરીનાએ એક નો મેકઅપ સેલ્ફી પણ પોસ્ટ કરી હતી. જેના બેકગ્રાઉન્ડમાં બરફથી ઢંકાયેલા પહાડો જોવા મળી રહ્યા હતા. આ સિવાય કેપ્શનમાં લખ્યું હતુ કે, શું આ દિવસો પાછા આવશે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ વર્ષે 2019માં Gstaad આવી હતી.
કરીના અને સૈફની આ ફિલ્મ થશે રિલીઝ
વર્કફન્ટની વાત કરીએ તો કરિના છેલ્લી વખત આમિર ખાનની સાથે લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળી હતી. આ ફિલ્મ હોલિવુડ ફિલ્ં ફોરેસ્ટ ગંપ (1994)ની ઓફિશિયલ હિન્દી રિમેક છે. કરીના ટુંક સમયમાં જ હંસલ મહેતાની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તેની પાસે રિયા કપુરની આગામી ફિલ્મ ધ ક્રુ છે. જેમાં તે તબ્બુ અને ક્રૃતિ સેનની સાથે સ્કિન શેર કરશે. તો સેફ અલી ટુંક સમયમાં જ ફિલ્મ આદિપુરુષમાં જોવા મળશે.