મનોરંજન

પેટ પકડીને હસવા માટે રહેજો તૈયાર, રોહિત શેટ્ટી 2023માં આ ફિલ્મો લઈને આવી રહ્યો છે, જુઓ સંપુર્ણ લિસ્ટ

બોલિવૂડમાં એક્શન કોમેડી ફિલ્મોના નિર્માતા નિર્દેશક રોહિત શેટ્ટી માટે વર્ષ 2022 કંઈ ખાસ ન હતું. તેમની ફિલ્મો સિનેમાઘરોમાં સારુ પ્રદર્શન કરી શકી નથી. તાજેતરમાં રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની સર્કસ બોક્સ ઓફિસ પર દર્શકોનું મનોરંજન કરવામાં નિષ્ફળ ગઈ છે. વર્ષ 2023માં રોહિત શેટ્ટીની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. તેમાં અજય દેવગનની સિંઘમ 3, સિદ્ધાર્થ મલ્હોત્રાની ઈન્ડિયન પોલિસ ફોર્સ, સૂર્યવંશી 2 અને ગોલમાલ 5 વગેરેનો સમાવેશ થાય છે.

ઈન્ડિયન પોલીસ ફોર્સ

રોહિત શેટ્ટી ‘પોલીસ ફોર્સ’ પર વેબ સિરીઝ તૈયાર કરી રહ્યો છે. તેનું નામ ‘ઈન્ડિયન પોલીસ દળ’ છે. આ વેબ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં જોવા મળશે. તેની સાથે વિવેક ઓબેરોય પણ મહત્વની ભૂમિકા ભજવશે. આ વેબ સિરીઝ 2023માં રિલીઝ થશે.

સિંઘમ 3

રોહિત શેટ્ટીની શાનદાર ફિલ્મમાં સામેલ સિંઘમનો ત્રીજો ભાગ 2023માં રિલીઝ થશે. આ ફિલ્મમાં દર વખતેની જેમ અજય દેવગન મુખ્ય ભુમિકામાં જોવા મળશે. દિપીકા પાદુકોણ આ ફિલ્મમાં લેડી સિંઘમની ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 4 સપ્ટેમ્બર 2023ના રોજ સિનેમાઘરમાં રિલીઝ થશે.

સૂર્યવંશી

નિર્દેશક રોહિત શેટ્ટી વર્ષે 2021માં રિલીઝ સુપરહિટ ફિલ્મ સૂર્યવંશીની સીક્વલ બનાવવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં બોલિવુડના એક્શન હિરો અક્ષય કુમાર અને અભિનેત્રી કેટરીના કૈફ મુખ્યભુમિકામાં જોવા મળશે. ફિલ્મે 200 કરોડથી વધુની કમાણી કરી છે. રોહિત શેટ્ટીને સૂર્યવંશીના સીક્વલ પાસે મોટી આશા છે. આ ફિલ્મ બમ્પર કમાણી કરશે.

ગોલમાલ-5

રોહિત શેટ્ટી 2023માં પોતાની હિટ કોમેડી સીરિઝ ગોલમાલનો આગામી પાર્ટને પણ રિલીઝ કરશે. વર્ષે 2006માં આ ફિલ્મ આવી હતી. અત્યારસુધી આ ફિલ્મની 4 સીક્વલ બની ચુકી છે. ગોલમાલમાં અજય દેવગનથી શરુઆત થાય છે. ત્યારબાદ ગોલમાલ 4માં પરિણીતિ ચોપરા અને તબ્બુ જોવા મળી હતી. ગોલમાલ 5 એપ્રિલ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

સર્કસ ફિલ્મને હવે 100 કરોડ સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ લાગે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા રોહિત શેટ્ટીએ ‘સૂર્યવંશી’ બનાવી હતી, જેને દર્શકોએ ખૂબ વખાણી હતી. અક્ષય કુમાર અભિનીત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. અક્ષય ઉપરાંત, રણવીર સિંહ અને અજય દેવગણે પણ આ ફિલ્મમાં કેમિયો કર્યો હતો. આ ફિલ્મ પછી રોહિત શેટ્ટી ટૂંક સમયમાં OTT તરફ વળવા જઈ રહ્યો છે. લોકો તેની વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

administrator
R For You Admin