ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત શુક્રવારે સવારે કાર અકસ્માતનો શિકાર બન્યો છે. તે દિલ્હીથી રૂડકીમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની કારને અકસ્માત નડ્યો. પંતને માથા અને પગમાં ઈજા થઈ છે. આગમાં તેની કાર ખરાબ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી.
પંતની કારની જે તસ્વીર સામે આવી છે તેના પર નજર કરીએ તો કારના ફુરચા ઉડી ગયા છે. કારનું બોનેટ સંપૂર્ણપણે તૂટી ગયું હતું. જો ફોટોમાં જોવામાં આવે તો બોનેટમાં કંઈ જ બચ્યું નથી.
પંતની કારના આગળના બંને ટાયર ફાટ્યા અને તે કારની બારીમાંથી બહાર નીકળી ગયો. પાછળના ટાયરોને પણ નુકસાન થયું છે.
પંતની કારનો આગળનો કાચ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. પંતને ગંભીર ઈજા થઈ છે
અકસ્માત સમયે પંત કારમાં એકલો હતો. અકસ્માત બાદ પંત સળગતી કારમાંથી બારી તોડીને બહાર આવ્યો હતો.