સદીનો મહાન ફુટબોલર પેલે હવે આ દુનિયામાં રહ્યા નથી. તેઓએ હોસ્પિટલમાં જ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. કેન્સરના દર્દથી પિડાતા પેલે છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પેલેએ ચાની દુકાનમાં કામ કરવાથી લઈ મહાન ફુટબોલર બનવા સુધી સફર ખેડી છે. તેઓ નાની ઉંમરે જ ચાની દુકાનમાં કામ કરતા હતા. તેમના સંઘર્ષને જાણીને બોલી જવાશે કે પેલે બનવુ એ આસાન નથી. કિશોરાવસ્થામાં જ તેઓ આંતરરાષ્ટ્રીય ફુટબોલર બની ચુક્યો હતો. આ દરમિયાન જ તેઓ ફુટબોલ વિશ્વકપ ફાઈનલ રમવાનો મોકો મેળવ્યો અને વિશ્વ ચેમ્પિયન બન્યા.
82 વર્ષની વયે પેલેએ દુનિયાને અલવિદા કહી છે. તેઓ સદીના મહાન ફુટબોલર હતા. 1999માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ પેલેને સદીના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કર્યા હતા. પેલેએ બ્રાઝિલ તરફથી માત્ર 16 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ફુટબોલ તરીકે ડેબ્યૂ કર્યુ હતુ. આ પહેલા 15 વર્ષની વયે તો તે સેન્ટોસ ક્લબમાં જોડાયા હતા. પેલેએ કરિયલમાં કુલ 1279 ગોલ કર્યા હતા.
ચાની દુકાનમાં કરતા હતા કામ
23 ઓક્ટોબર 1940માં જન્મેલ બાળપણ થી પેલેને ફુટબોલ સાથે ખૂબ લગાવ હતો. પરંતુ રમતને નિખારવા માટે તેની પાસે સારી આર્થિક સ્થિતી નહોતી. આર્થિક સંઘર્ષ કરતા પરિવારમાંથી આવતો હતો. તેને ફુટબોલ તેના પિતાએ જ શિખવ્યો હતો. પરંતુ તેઓ પણ ફુટબોલ માટે વધારે ખર્ચ ઉઠાવવા સક્ષમ નહોતા.
પેલે શરુઆતના દિવસોમાં તો મોજામાં તેઓ પેપર વાળીને ભરાવી દેતા અને તેનાથી તેઓ ફુટબોલ રમતા હતા. શરુઆતમાં તેઓએ એમેચ્યોર ટીમનો હિસ્સો રહ્યા હતા. ત્યાર તેઓ બે યૂથ સ્ટેટ ચેમ્પિયનશિપમાં બોરુ એથ્લેટિક ક્લબ જૂનિયરના કેપ્ટન રહ્યા હતા.
તેમના ક્ષેત્રમાં ઈન્ડોર ફુટબોલ પોપ્યુલર બન્યુ
આમ તો પેલેની ફુટબોલ કરિયરની શરુઆત ઈન્ડોર રમતથી શરુ થઈ હતી. તેઓ એક ટીમ સાથે જોડાયા હતા. તે ટીમ સાથે જોડાવવા બાદ તેમના ક્ષેત્રમાં ઈન્ડોર ફુટબોલ ખૂબ પોપ્યુલર થઈ હતી. તે પોતાના જ વિસ્તારમાં સ્પર્ધા જીતનારી ટીમનો હિસ્સો રહ્યા હતા. પેલે અને તેમની ટીમે જે પહેલી ચેમ્પિયનશિપ જીતી હતી. અહીંથી જ શરુ થઈ પેલેની સદીના મહાન ફુટબોલર બનવાની ઐતિહાસિક સફર.
સૌથી યુવા ફૂટબોલર
પેલે 14 વર્ષની ઉંમર સુધી ફૂટબોલ રમવાનું ચાલુ રાખ્યું. આ પછી, 15 વર્ષની ઉંમરે, તેણે સેન્ટોસ ક્લબ વતી ડેબ્યૂ કર્યું અને ફૂટબોલની દુનિયામાં પગ મૂક્યો. એક વર્ષ પછી, પેલેએ બ્રાઝિલની રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશ કર્યો અને તેના પ્રવેશના એક વર્ષ પછી, તે વિશ્વ કપ જીતનાર વિશ્વનો સૌથી યુવા ફૂટબોલર બન્યો. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને તેના તાજમાં હીરા જડતા રહ્યા.