ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત વડતાલ ગાદીનું આફ્રિકામાં પ્રથમ મંદિર માત્ર બે જ વર્ષના ટુંકા સમયમાં બનીને તૈયાર થઈ ગયું છે. નૈરોબીમાં બનેલા વિશાળ મંદિરનું લોકાર્પણ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી અને ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી , મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , નિત્યસ્વરૂપ સ્વામી સરધાર , નૌતમપ્રકાશ સ્વામી , શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામી – રામકૃષ્ણ સ્વામી – ધાંગધ્રા વગેરે સંતો દ્વારા 1 જાન્યુઆરી 2023ના રોજ કરવામાં આવશે
મંદિરની વિશષતા
⦁ આ વડતાલ તાબાનું આફ્રિકામાં પહેલું મંદિર છે.
⦁ મંદિરનો શિલાન્યાસ 5/12/2020ના રોજ કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં પણ મંદિર બે વર્ષમાં સંપૂર્ણ તૈયાર થયું છે.
⦁ નૈરોબીનું આ મંદિર 21842 સ્કવેર ફૂટમાં જમીનમાં પથરાયેલું છે.
⦁ મંદિરની પ્રતિષ્ઠામાં 99 સંતો અને 150 સત્સંગી સાથે વડતાલના વર્તમાન આચાર્ય હાલ કેન્યાના સત્સંગ પ્રવાસે છે.
⦁ નિત્યસ્વરુપ સ્વામી સરધાર અને નિલકંઠચરણ સ્વામીના વ્યાસાસને ભક્તિચિંતામણી સપ્તાહ પારાયણ યોજાશે.
⦁ વડતાલ મંદિર પુરોહિત ધીરેન ભટ્ટ વૈદિકવિધિથી યજ્ઞ એવં પ્રતિષ્ઠા કરાવશે.
⦁ શિખર સાથે મંદિરની ઉંચાઇ 60 ફૂટ છે અને પહોળાઈ 110 ફૂટ છે.
⦁ મંદિરના ગ્રાઉન્ડફ્લોર પર 25 અને હોલમાં 7 પીલ્લર છે.
⦁ આ મંદિરના ગર્ભગૃહની સાઈઝ 10 ફૂટ છે. જેમાં હરિકૃષ્ણ મહારાજની 4.8 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપશે. આ સિવાય 3.5 ફૂટની અલગ-અલગ મૂર્તિ સ્થાપશે.
⦁ આ સ્વામિનારાયણ મંદિરમાં એક સાથે 1400 હરિભક્તોને આરામથી દર્શન કરી શકશે.
⦁ નૈરોબીના મંદિરમાં કુલ 22 પગથિયાં છે.
⦁ તો મંદિરમાં 3 ઘુમ્મટ અને 3 શિખર છે.
⦁ આ વિશાળ મંદિરની ડિઝાઈન ચેરમેનશ્રી કે કે વરસાણીના માર્ગદર્શન પ્રમાણે ચંદ્રેશભાઈ બાબરીયાએ કરી છે.
⦁ મંદિરનો કળશ અને ધ્વજદંડ પ્યોર સોનાના રસથી રસિત કરેલા છે.
⦁ આ મંદિરની આસપાસ ગાર્ડન બનાવવામાં આવ્યા છે.
⦁ વિદેશની ધરતી પર સતત 300 સ્વયંસેવકની ટીમ સેવા આપી રહી છે.
⦁ આ મંદિર બનાવવા માટે 30 કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષમાં તૈયાર થયું છે. કે કે વરસાણી (કે સોલ્ટ ) કેન્યાના અગ્રણી ઉદ્યોગપતિ અને મંદિરના ચેરમેન છે, જેમણે મંદિર નિર્માણમાં સિંહ ફાળો આપેલો છે. વડતાલથી સંતોએ ચાર સત્સંગયાત્રા મંદિર નિર્માણ દરમિયાન કરી છે.
⦁ મંદિરમાં 700 લોકો પ્રસાદ લઈ શકે , એવું ભોજનાલય છે.
⦁ મંદિરમાં 125 કાર પાર્કીંગની વ્યવસ્થા છે.
⦁ મંદિર પ્રતિષ્ઠા પ્રસંગે સનાતન પરંપરાના જાગરણ માટે 2100 પરિવારનો સંતોએ વ્યક્તિગત સંપર્ક કર્યો છે.
આ મંદિર બનાવવામાં સંતો અને હરિભક્તોએ બહુમૂલ્ય ભોગ આપ્યો છે. કોઠારી પાર્ષદ વલ્લભ ભગત છેલ્લા એક વર્ષથી અહી રહ્યા છે. પરેશ પટેલ -વડતાલ અને મહેળાવ , પ્રથમેશ નાર , કાંતીભાઈ અને મિતેશભાઈ મહેળાવ ચંદ્રેશ બાબરીયા સૌરાષ્ટ્ર , કુંવરજીભાઈ કચ્છ , જીજ્ઞેશ પીપળાવ , કિશોર રાઘવાણી, જેવા સેવકોએ તમ મન ધનથી યોગદાન આપ્યું છે. જે અંતર્ગત મંદિરનો કળશ અને ધ્વજદંડ પ્યોર સોનાથી રસિત કરીને બનાવવામાં આવ્યો છે. નૈરોબીના આ મંદિરની વિશેષતા અંગે ડૉ. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે , વડતાલના ગૌરવ સમાન ઘટના છે. મૂળ સંપ્રદાયનું પોષણ થઈ રહ્યું છે તેનો અમને આનંદ છે.