રમત ગમત

પોન્ટિંગથી લઈને દિલ્હી કેપિટલ્સના કોચે પંતના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી

ભારતીય ક્રિકેટર રિષભ પંત શુક્રવારે સવારે પોતાની કારમાં દિલ્હીથી રૂડકી જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. પંત સમયસર કારમાંથી બહાર નીકળી ગયો અને બચી ગયો. કારમાં આગ લાગવાથી કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, પંત આ ખૂબ જ ખરાબ અકસ્માતમાં બચી ગયો હતો. તેને માથા અને પગમાં ઈજા થઈ છે અને તેની હાલત સ્થિર છે. જેવા પંતના અક્સ્માતના સમાચાર આવ્યા કે, ક્રિકેટ જગત હચમચી ગયું છે. સૌ કોઈ આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયા છે. ક્રિકેટ જગતના કેટલાક દિગ્ગજો પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

લક્ષ્મણથી લઈ પોન્ટિંગે પંત માટે કરી પ્રાર્થના

પંત વર્તમાન સમયના લોકપ્રિય ક્રિકેટરોમાંથી એક છે. તેના અકસ્માતના સમાચાર બહાર આવતાની સાથે જ ટ્વિટર પર પંત માટે પ્રાર્થનાઓ થવા લાગી હતી. નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વી.વી.એસ. લક્ષ્મણથી લઈને પંતની આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે આ અંગે ટ્વિટ કર્યું છે. લક્ષ્મણે લખ્યું, પંત માટે પ્રાર્થના. સદનસીબે તે ખતરાની બહાર છે. હું પંતના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું.

દિલ્હી કેપિટલ્સના કોચ પોન્ટિંગે લખ્યું કે, આશા છે કે તે સ્વસ્થ થઈ જશે અને સ્વસ્થ થઈને જલ્દી પાછો આવશે.

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યું, પંતના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના.

ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ ટ્વીટ કર્યું, રિષભ પંત ભાઈ જલ્દી સ્વસ્થ થઈ જાઓ. અમારી પ્રાર્થના તમારી અને તમારા પરિવાર સાથે છે.

 

administrator
R For You Admin