તાજા સમાચાર

WHOની વધી ચિંતા, કોરોનાના આંકડા છુપાવી રહ્યું છે ચીન

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ અદનોમ ગ્રૅબ્રેયસસે ચીનમાં કોરોનાની ગંભીર સ્થિતિને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તેમને ગુરૂવારે કહ્યું કે ચીનમાં કોરોના નિયમોમાં હળવાશ આપ્યા બાદ ચિંતાજનક સ્થિતિ પેદા થઈ ગઈ છે. તેમને કહ્યું કે ચીનમાં બગડતી સ્થિતિને જોતા WHO ખુબ જ ચિંતિત છે. WHOના પ્રમુખે કહ્યું અમે ચીનને કહ્યું છે કે કોરોનાની યોગ્ય સ્થિતિ અને સાચા આંકડા જણાવે જેથી અમે સ્ટડી કરી શકીએ.

ગ્રૅબ્રેયસસે કહ્યું કે કોરોના સંક્રમિતોની સારવાર અને રસીકરણમાં WHO મદદ કરતું રહેશે. તેમને કહ્યું કે કોવિડ વાયરસને ટ્રેક કરવા અને વધુ જોખમવાળા લોકોને રસીકરણ માટે અમે પ્રોત્સાહન આપીશું. ચીનની કથળતી હેલ્થકેર સિસ્ટમને સહાય આપવામાં આવશે.

મુસાફરી પ્રતિબંધ પર ટેડ્રોસે કહી મોટી વાત

ટેડ્રોસે ટ્વીટ કરીને લખ્યું અમે વિકસિત સ્થિતિ વિશે ચિંતિત છીએ અને ચીન કોરોના વાઈરસને ટ્રેક કરવા અને વધુ જોખમવાળા લોકોનું રસીકરણ કરાવવા માટે પ્રોત્સાહિત કરવાનું યથાવત રાખીશું. ચીનથી આવનારા મુસાફરો પર ઘણા દેશો દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેની પર WHOના મહાનિર્દેશકે કહ્યું કે કોરોનાની સ્થિતિને લઈને ચીન યોગ્ય જાણકારી નથી આપી રહ્યું. તેથી દુનિયાભરના દેશ આ પ્રકારના પગલા ઉઠાવી રહ્યા છે.

ચીનમાં દરરોજ આવી રહ્યા છે લાખો કેસ

તમને જણાવી દઈએ કે WHOના મહાનિર્દેશકે અપેક્ષા વ્યક્ત કરી હતી કે આગામી વર્ષે કોરોના મહામારીને હવે વૈશ્વિક આરોગ્ય કટોકટી ગણવામાં આવશે નહીં પણ ત્યારબાદ પણ ચીનમાંથી દરરોજ લાખો નવા કેસ સામે આવી રહ્યા છે. ચીનના શાંઘાઈ અને બીજિંગ સહિત મોટા શહેરમાં ઝડપથી સંક્રમણના કેસ વધી રહ્યા છે. લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે ચીનમાં કોરોનાને લઈ ખુબ જ સ્થિતિ ગંભીર છે. હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે બેડ મળી રહ્યા નથી. તેમની નીચે પથારી કરીને સારવાર કરવામાં આવી રહી છે. મૃતદેહને સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપવાની જગ્યા નથી મળી રહી. અનેક વિસ્તારોમાં વિદ્યાર્થીઓને શાળાએ જવાની પણ ના પાડી દેવામાં આવી છે.

નવા વર્ષમાં ચીન સહિત આ 6 દેશ પર રહેશે બાજ નજર

કોરોના વાઈરસ સંક્રમણની વચ્ચે સરકારે નિર્ણય લીધો છે કે આગામી દિવસમાં દુનિયાના તે 6 દેશ કે જ્યાં સૌથી વધારે કોરોનાના કેસ છે, ત્યાંથી આવનારા મુસાફરોને મુસાફરી કરવાના 24 કલાક પહેલા RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે. ત્યારબાદ જ તેમને ભારતમાં આવવાની પરવાનગી આપવામાં આવશે.

કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે સાવચેતીના ભાગરૂપે સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને સિંગાપુરથી આવનારા મુસાફરો માટે RTPCR ટેસ્ટ જરૂરી થવાનો છે. તમને જણાવી દઈએ કે હાલમાં આ દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.

administrator
R For You Admin