તાજા સમાચાર

છેલ્લા કેટલાક દિવસથી સતત બની રહેલી દૂર્ઘટના પાછળ શું અગ્નિપંચક જવાબદાર ! આવો જાણીએ પંચક વિશે

પંચક કાળ અનેક કાર્યો માટે અશુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર પંચક સમયગાળાના 5 દિવસ માટે કેટલાક નિયમો સૂચવે છે, જેમાં અમુક વસ્તુઓ ખરીદવા અને અમુક શુભ પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. વર્ષનો છેલ્લો સમય લોકો માટે વધુ પરેશાનીનું કારણ બની શકે છે. 27 ડિસેમ્બર, મંગળવારથી શરૂ થયેલ પંચક 31 ડિસેમ્બર સુધી ચાલશે અને તે સામાન્ય પંચક નહીં પરંતુ અગ્નિ પંચક છે. આ સમય દરમિયાન લોકો 2022ને વિદાય આપવા અને વર્ષ 2023ને આવકારવાના ઉત્સાહમાં મગ્ન રહેશે. પરંતુ, દરેક વ્યક્તિએ થોડી સાવચેતી રાખવી જોઈએ કારણ કે અગ્નિ પંચ દરમિયાન અકસ્માત થવાની પ્રબળ સંભાવના છે.

જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે પંચક થાય છે. આ ઉપરાંત જ્યારે ચંદ્ર ધનિષ્ટ નક્ષત્ર, શતભિષા નક્ષત્ર, રેવતી નક્ષત્ર, ઉત્તરા ભાદ્રપદ અને પૂર્વાભાદ્રપદના ત્રીજા ચરણમાં ગોચર કરે છે ત્યારે પંચક પણ થાય છે. આ વખતે મંગળવારથી પંચક શરૂ થયું છે અને તે અગ્નિ પંચક છે. અગ્નિ પંચકને સૌથી અશુભ માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ, આ વખતનું પંચક મંગળવાર, 27 ડિસેમ્બર 2022ના રોજ સવારે 3:31 થી શરૂ થશે, જે 31 ડિસેમ્બર 2022, શનિવારના આ પંચક પુરૂ થશે

ઉલ્લેખનીય છે કે ગુજરાત, દેશ અને દૂનિયામાં સતત આગ એક્સિડન્ટ અને મૃત્યુ જેવી ઘટનાઓ છેલા એક સપ્તાહથી સતત સંભળાઇ રહી છે. એવામાં આ અગ્નિપંચક આ ઘટનાઓને વધારે ક્રુર બનાવી રહ્યુ હોય તેમ જણાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પંચક અંગે વિશેષ સાવચેતી રાખવાનું જણાવ્યું છે. આવો જાણીયે આ માટે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

પંચક દરમિયાન લાકડા કે લાકડાની વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે. આ દરમિયાન કોઈપણ પ્રકારનું ઈંધણ એકઠું કરવું પણ સારું માનવામાં આવતું નથી.

પંચક દરમિયાન પલંગ કે ખાટલા ખરીદશો નહીં. આમ કરવું એ જીવનની મુશ્કેલીઓને નોતરવા બરાબર છે.

પંચક કાળમાં ઘરનું બાંધકામ શરૂ કરવું, છત બનાવવી પણ અશુભ માનવામાં આવે છે. જે ઘરનું બાંધકામ પંચક કાળમાં શરૂ થાય છે તેમાં રહેતા પરિવારને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

પંચક કાળમાં દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી, કારણ કે દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે. તેથી, જો તમે આ દિશામાં મુસાફરી કરો છો, તો મુસાફરી દરમિયાન અકસ્માત અથવા મુશ્કેલીની પ્રબળ સંભાવના છે. લોકપ્રિય સમાચાર.

 

administrator
R For You Admin