મનોરંજન

KRKને કોર્ટમાં ધસડી જવાની તૈયારીમાં Shahrukh Khan? KRKએ પઠાણ ફ્લોપ હોવાના બતાવ્યા 3 કારણ

કમાલ આર ખાન ઘણીવાર સ્ટાર્સની ફિલ્મો પર પોતાનો રિવ્યુ આપતા હોય છે. જેમાં તે મોટાભાગે કલાકરોની ફિલ્મો પર નેગેટિવ રિએક્શન આપતા જોવા મળે છે. તેવી જ રીતે, હવે KRK કિંગ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ને લઈને ચર્ચામાં આવી ગયો છે. જે અંગે કમાલ આર ખાને હાલમાં જ કહ્યું છે કે, આ મામલે શાહરૂખ તેની સામે લિગલ એક્શન લેવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ચાહકો કિંગ ખાનને સવાલ પણ કરી રહ્યા છે કે શું આ સાચું છે અને શું હવે KRKએ કોર્ટમાં ખુલાસો આપવો પડશે? તો શું છે આખો મામલો?

શાહરૂખ કે તેની ટીમ તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી

હકિકતમાં, KRKએ હાલમાં જ ટ્વીટ કર્યું છે. જેમાં તેને પોતાની યુટ્યુબ ચેનલની લિન્ક શેર કરીને લખ્યું છે કે, શાહરૂખ ખાન મારી સામે લિગલ એક્શન લેવા જઈ રહ્યો છે, કેમ કે બેશરમ રંગ સોન્ગમાં વધારે સ્કિન દેખાવા બાબતે મેં સાચું કહ્યું હતું. તમે આ ગીત પર મારા રિવ્યુ જોઈ શકો છો અને કહી શકો છો કે મેં શું ખોટું કહ્યું છે. શાહરૂખે કમાલ આર ખાન સામે આવું કંઈક કરવાનો નિર્ણય લીધો છે કે કેમ તે અંગે કોઈ માહિતી આપી શકાય તેમ નથી. કારણ કે આ અંગે શાહરૂખ કે તેની ટીમ તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી.

આ સિવાય KRKએ બીજું ટ્વિટ કર્યું છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘જો શાહરૂખને લાગે છે કે મારી રિવ્યુને કારણે તેની ફિલ્મ પઠાણ ફ્લોપ થશે તો તે ખોટો છે. તેમની ફિલ્મ ત્રણ કારણોસર ફ્લોપ થશે- ખોટું નામ, પહેલા જેવી જ વાર્તા અને એક્શન, લોકો દ્વારા બહિષ્કાર. જો તે મને તેની ફિલ્મોની સમીક્ષા કરવા દેવાનો ઇનકાર કરશે તો હું નહીં કરું.

તમને જણાવી દઈએ કે, ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને CBFCએ ફિલ્મમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેના માટે તેણે મેકર્સને માહિતી પણ આપી છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે ફિલ્મમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે.

administrator
R For You Admin