મનોરંજન

કિયારા-સિદ્ધાર્થ આ મહિને સાત ફેરા લેશે, તારીખ થઈ નક્કી, જાણો ક્યાં થશે લગ્ન?

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની જોડી ચાહકોની પ્રિય જોડીમાંથી એક છે. આ વર્ષે તમે બોલિવૂડમાં ઘણા લગ્ન જોયા હશે, પરંતુ આવતા વર્ષે પણ વધુ એક પાવર કપલ એક થવા જઈ રહ્યું છે. બંનેના લગ્નની ચર્ચાએ બોલિવૂડ કોરિડોરમાં ધૂમ મચાવી દીધી છે. સમાચાર અનુસાર, કિયારા અને સિદ એક મહિના પછી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેઓ રાજસ્થાનમાં વેડિંગ સ્ટાઇલમાં લગ્ન કરશે. તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો આ લગ્નમાં હાજરી આપશે.

તાજેતરમાં કિયારા અને સિદ્ધાર્થ બંને પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળ્યા હતા. જે બાદ તેમના લગ્નને લઈને હલચલ વધુ તેજ બની ગઈ છે. જોકે, બંને તરફથી તેમના લગ્નને લઈને કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ, બોલિવૂડમાં એવા અહેવાલ છે કે બંને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્નના બંધનમાં બંધાશે.

ફેબ્રુઆરીમાં આ દિવસે લગ્ન થઈ શકે છે

એક મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, ‘સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આવતા વર્ષે 6 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન્સ 4 અને 5 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેમાં મહેમાનો વચ્ચે મહેંદી, હલ્દી અને સંગીત જેવા સમારોહ યોજાશે. 6 ફેબ્રુઆરીએ બંને રાજસ્થાનની જેસલમેર પેલેસ હોટલમાં સાત ફેરા લેશે. કડક સુરક્ષા વચ્ચે આ એક શાનદાર ઈવેન્ટ હશે. આ પ્રસંગે બંનેના નજીકના અને પરિવારના સભ્યો સામેલ થશે

ઑફ-સ્ક્રીન જોડી પણ દરેકની ફેવરિટ છે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ઑફ સ્ક્રીન જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી. બંનેએ પહેલીવાર ફિલ્મ ‘શેરશાહ’માં સાથે સ્ક્રીન શેર કરી હતી, ત્યારપછી તેમના સંબંધોના સમાચારો આવવા લાગ્યા હતા. આ ફિલ્મમાં બંનેની એક્ટિંગની સાથે કેમેસ્ટ્રી પણ દર્શકોને પસંદ આવી હતી. ત્યારથી, કિયારા અને સિદ રિલેશનશિપમાં આવી ગયા. ઘણીવાર બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળે છે. આ સમયે બંને વર્ક ફ્રન્ટ પર પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે.

administrator
R For You Admin