દેશ-વિદેશ

અતિશય ઠંડીને કારણે હરણના ચહેરા પર જામ્યો બરફ, નેકદિલ લોકોએ મદદ કરી બચાવ્યો જીવ

ઉત્તર ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં હાલમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઘણા લોકોએ ઘરની ચાર દિવાલ વચ્ચે રહેવા મજબૂર થયા છે. સોશિયલ મીડિયા પર તમે વિદેશમાં કામ કરતા અને ભણી રહેલા તમારા મિત્રોની ઈન્સ્ટા સ્ટોરી જોઈ હશે. અમેરિકામાં હાલમાં ક્યારેય ન સહન કરી હોય તેવી ઠંડી પડી રહી છે. ક્રિસમસના વિકેન્ડ પર અમેરિકામાં ભયંકર બરફનું તોફાન આવ્યુ હતુ. આ તોફાનને કારણે ઘણી જગ્યા પર બરફ જામી ગયો હતો અને વિજળી ગુલ થઈ ગઈ હતી. અમેરિકાના અધિકારીઓ અનુસાર આ તોફાન ‘Blizzard of the Century’ હતુ. એટલે કે અમેરિકાની જનતાએ ક્યારેય ન જોયુ હોય તેવુ તોફાન. હાલમાં અમેરિકા-કેનેડાના બરફના તોફાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જબરદસ્ત બરફવર્ષાને કારણે જમીન બરફથી ઢંકાયેલી જોવા મળી રહી છે. આ ખુલ્લા મેદાનમાં એક હરણ પર બરફથી જામી ગયેલો જોવા મળી રહ્યો છે. હરણનું આખુ મોઢું બરફથી ઢંકાયેલુ જોવા મળી રહ્યું છે. જ્યારે 2 સ્થાનિક લોકો તેની આવી હાલત જુએ છે, ત્યારે તેઓ તરત તેની મદદ માટે દોડી આવે છે. તેઓ હરણની બંને આંખ અને મોઢા પરથી બરફ હતાવીને તેનો જીવ બચાવે છે. આ વીડિયો અમેરિકા-કેનાડાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, રામ રાખે તેને કોણ ચાખે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, માનવાતાનું શ્રેષ્ઠ ઉદાહરણ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવું પહેલા ક્યારેય જોયુ નથી.

administrator
R For You Admin