તાજા સમાચાર

Rishabh Pant ને સારવાર દરમિયાન નથી મળી રહ્યો આરામ, VIP ઓએ સર્જી દીધી સમસ્યા?

ભારતીય ટીમના વિકેટકીપર ઋષભ પંતને ગત 30 ડિસેમ્બરની વહેલીસવારે ગંભીર અકસ્માત નડ્યો હતો. ત્યારબાદ તેને દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી અને તેને સારવાર હેઠળ રાખવામા આવ્યો હતો. ICUમાં સારવાર હેઠળ રહેલા પંતના ખબર અંતર જાણવા માટે દેશભરમાથી અનેક VIP સહિતના લોકો હોસ્પિટલ આવી રહ્યા છે. જ્યાં તેની સતત મુલાકાત જારી રહેવાને લઈ પંતને સારવાર દરમિયાન પૂરતા પ્રમાણમાં આરામ મળી રહ્યો નથી. મીડિયા અહેવાલ મુજબ હવે તેને પૂરતા આરામ માટેની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે.

હાલમાં પંતને હવે સંપૂર્ણ આરામની જરુર છે. જેથી ઈજામાં તેને ઝડપથી રિકવરી મળી શકે. જોકે મુલાકાતીઓની આવન જાવન સતત ચાલુ છે અને એ સ્વાભાવિક છે. જોકે આ દરમિયાન તેને શારીરીક અને માનસિક રીતે આરામ પૂરતા પ્રમાણમાં મળી રહે એ જરુરી છે. હોસ્પિટલના સૂત્રો દ્વારા હવે પંતને મળવા આવનારા લોકો પોતાનો નિર્ણય બદલીને આરામ કરવા માટે સમય આપે એવી અપિલ કરી રહ્યા છે.

administrator
R For You Admin