SCની 5-જજની બંધારણીય બેન્ચે કેન્દ્ર સરકારના રૂ. 500 અને રૂ. 1,000ની ચલણી નોટોને બંધ કરવાના 2016ના નિર્ણયને પડકારતી 58 અરજીઓને ફગાવી દીધી હતી. અને કહ્યું હતું કે આ નિર્ણયને ઉલટાવી દેવાની કાર્યપાલિકાની આર્થિક નીતિ ન હોઈ શકે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખામી ન હોવાનું કોર્ટે ઉમેર્યું છે.
સુપ્રીમ કોર્ટે 25 નવેમ્બર અને શુક્રવારના દિવસે નોટબંધીને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન એક નિવેદનમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જૂની ચલણી નોટો બદલવાની ઈચ્છા ધરાવતા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓ પર વિચાર કરવો જોઈએ. તેને બદલવાની સમયમર્યાદા ચૂકી ગયા છે. તેવા લોકોને વધુ એક તક મળવી જોઈએ. આ અંગે સુપ્રીમ કોર્ટ 5ના રોજ પણ સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટ નોટબંધી અંગે અરજીની સુનાવણી આજે કરી હતી.