તાજા સમાચાર

નેશનલ ચેમ્પિયન ખેલાડી 13 દિવસથી ગુમ, દિલ્હી પોલીસને હજુ પણ મળી નથી કોઈ કડી

નેશનલ ચેમ્પિયન જ્યોતિ બાવેજા છેલ્લા 13 દિવસથી ગુમ છે. તેઓ ક્યાં છે, દિલ્હી પોલીસ હજુ સુધી કોઈ કારણ શોધી શકી નથી. જ્યોતિ 19 ડિસેમ્બરના રોજ ગુમ થઈ ગઈ હતી. તે જનકપુરીથી પહાડગંજ જવા રવાના થઈ હતી, પરંતુ તે પછી તે ઘરે પહોંચી શકી નહોતી. skiingમાં નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ વિજેતા પેરા એથલીટ જ્યોતિ માટે પોલીસે અનેક ટીમો બનાવી હતી, પરંતુ તે અત્યાર સુધી ખાલી હાથ રહી હતી. ખેલાડીનું અચાનક ગુમ થવું પોલીસ માટે પડકાર બની ગયું છે.

જ્યોતિ તેના સાસરે જવા નીકળી હતી

જ્યોતિ 19 ડિસેમ્બરે તિલક નગરથી પહાડગંજમાં તેના સાસરે જવા માટે નીકળી હતી, પરંતુ ત્યાં પહોંચી ન હતી. આટલા દિવસો બાદ પણ પોલીસને કોઈ તાગ મળ્યો નથી. તે છેલ્લે દિલ્હી મેટ્રોના કેમેરામાં જોવા મળી હતી.

પેરાલિમ્પિક્સ રમવાનું સપનું હતું

જ્યોતિએ અનેક નેશનલ લેવલની પેરા એથ્લેટિક્સ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું જ્યોતિનું સ્વપ્ન હતું. જોકે, દિલ્હીના એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા બાદ આ નેશનલ ચેમ્પિયને રમતમાંથી બ્રેક લીધો હતો.

મેટ્રો સ્ટેશનના કેમેરામાં કેદ

જ્યોતિના પરિવારે પહેલા તિલક નગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં તેના કેટલાક ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં ટીમ સાંજે 5.45 વાગ્યે જનકપુરી ઈસ્ટ મેટ્રો સ્ટેશનથી જ્યોતિ મેટ્રોમાં જતી જોવા મળી હતી. એક કેમેરામાં તે સાંજે 6.11 વાગ્યે આશ્રમ માર્ગ મેટ્રોમાંથી બહાર નીકળતી જોવા મળી હતી.

વૉઇસ મેસેજ પછી ફોન સ્વિચ ઑફ

જ્યોતિના કાકા સંજય ખન્નાએ જણાવ્યું કે ફોન બંધ થયો તે પહેલા જ્યોતિએ સાંજે 6.27 વાગ્યે વોઈસ નોટ મોકલી હતી. તે વોઈસ મેસેજમાં જ્યોતિએ કહ્યું હતું કે તે રાત્રે ઘરે નહીં આવે. ત્યારથી નેશનલ ચેમ્પિયનનો ફોન સ્વીચ ઓફ છે અને દિલ્હી પોલીસને પણ કોઈ સફળતા મળી નથી.

મૃતદેહ નગ્ન હાલતમાં મળ્યો

નવા વર્ષે કાર સાથેના અકસ્માત બાદ છોકરી સ્કૂટી સાથે દિલ્હીના રસ્તાઓ પર 13 કિમી સુધી ઘસડાઈ હતી. અંતે આ છોકરીનું કમકમાટી ભર્યુ મોત થયુ હતુ. તેની મૃતદેહ નગ્ન હાલતમાં મળી હતી. નવા વર્ષની ઊજવણી દરમિયાન કારમાં સવાર 5 છોકરાઓએ 1 છોકરીને પોતાની કારથી છુંદી નાંખી હતી

administrator
R For You Admin