રમત ગમત

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો વધુ એક Video Viral થયો

સોશિયલ મિડીયા પર સચિન તેંડુલકરનો એક વિડીયો વાયરલ થયો છે. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર કેટલાય વર્ષથી ક્રિકેટથી દૂર હોવા છતા પણ લોકોની ચર્ચાઓમાં રહે છે. તે સોશિયલ મિડીયા પર અવારનવાર કોઈ ટ્વીટ કે તેમના રોજીંદા જીવનની દિનચર્યાના વિડીયો પણ તે તેમના સોશિયલ મિડીયા હેન્ડલ પર મુકે છે. ક્રિકેટની દુનિયામાં 100 સદી ફટકાવનાર સચિનનું જેટલુ નામ મોટું છે તેટલો જ તેમનો સ્વભાવ વિનમ્ર છે. તેમજ તેમનું જીવન ખૂબ જ સાદગી ભર્યુ છે.

આ વિડીયોમાં રાજસ્થાનના એક ગામમા ચુલા પર રોટલી બનાતી દેખાય છે. જેમા સચિન બે સ્ત્રીઓ સાથે વાત કરી રહ્યાં છે અને ચુલા પર બનાવેલ ખાવાના વખાણ કરતા જોવા મળે છે. જેમા તે બંન્ને સ્ત્રીઓ ચુલા પર બાજરીના રોટલા અને ઘઉની રોટલી બનાવતી જોવા મળી રહી છે અને સચિન તેંડુલકર ઘી અને ગોળ સાથે ચુલા પર બનાવેલી રોટલી ખાતા જોવા મળે છે. તે રસોઈ કરતી મહિલાઓ સાથે વિનમ્રતાથી વાત કરતા જોવા મળે છે. સચિને ઈન્સ્ટા પર મુકેલી પોસ્ટમાં તેમના ચાહકોએ ઘણી કોમેન્ટ કરી છે. જેમા એક યુઝરે લખ્યુ છે કે તમે તમારા વિનમ્ર સ્વભાવને કારણે તમને ભગવાન માનવામા આવે છે. ત્યાં બીજા વ્યક્તિએ લખ્યું કે તમે શુઝ પહેરીને ખાવાનું ન ખાવુ જોઈએ તેવી રીતે ઘણી બધી કોમેન્ટ લખવામા આવી હતી.

આવી જ રીતે થોડા સમય પહેલા સચિન તેંડુલકરનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમા તે રસ્તા પર તેમની ગાડી રોકીને ચાના ગલ્લા પર ચા પીતા જોવા મળ્યાં હતાં. જેમા તે ચા સાથે બિસ્કીટ ખાતા જોવા મળે છે.

 

 

administrator
R For You Admin