રમત ગમત

જાણો ક્યારે, ક્યાં અને કઈ રીતે જોઈ શકશો મેચ

હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતીય ટીમ પોતાના નવા વર્ષની શરુઆત કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી 20 મેચની સિરીઝનો પ્રારંભ મંગળવારના રોજ થશે. બંન્ને વચ્ચેની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્મા, વિરાટ કોહલીની ગેરહાજરીમાં પંડ્યા પર ફરી એક વખત મોટી જવાબદારી આવી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ છેલ્લી ટી 20 સિરીઝ જીતી હતી. આ વખતે ભારતની સામે એશિયન ચેમ્પિયનશીપ છે. જે હાલના સમયે શાનદાર ફોર્મમાં ચાલી રહી છે.

શ્રીલંકાની ટીમ લંકા પ્રીમિયર લીગ રમી ભારત આવી રહી છે. ટીમમાં તે ખેલાડી છે. જેમણે લીગમાં સારું પ્રદર્શન કર્યું છે. જ્યારે ભારતે પોતાના સીનિયર ખેલાડીઓને આરામ આપી યુવા ટીમની પસંદગી કરી છે. પંડ્યા કેપ્ટનશીપ તો કરશે. તેમજ સૂર્યકુમાર યાદવ ઉપકેપ્ટનની જવાબદારી સંભાળશે.

ટી20 ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમ ની પસંદગીમાં સૌથી વધારે યુવાનોને જ તક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સિનિયર ખેલાડીઓને શ્રીલંકા સામેની ટી20 સિરીઝથી બહાર રાખવામાં આવ્યા છે. ભારતીય ટીમમાં 24 વર્ષનો શિવમ માવીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શિવમ માવી ટી20 શ્રેણીમાં શ્રીલંકા સામેની સ્ક્વોડમાં સમાવાયો છે.

મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ ક્યારે રમાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ 3 જાન્યુઆરી, મંગળવારે રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ ક્યાં રમાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે, ટોસ સાંજે 6.30 વાગ્યે થશે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 સિરીઝની પ્રથમ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 સિરીઝની પ્રથમ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે.

administrator
R For You Admin