હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય T20 ટીમ તેનું મિશન 2024 શરૂ કરશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા સ્ટાર્સ વિના, પંડ્યાની આગેવાની હેઠળની ટીમ 2024 માં વર્લ્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જવાના માર્ગ પર પહેલું પગલું ભરશે. પંડ્યા ટી20 ટીમના ફુલ ટાઈમ કેપ્ટન તરીકે પોતાની ઈનિંગની મજબૂત શરૂઆત પર પણ નજર રાખશે. ભારતે પંડ્યાની કપ્તાનીની ઝલક જોઈ છે જ્યારે તેના નેતૃત્વ હેઠળની ટીમે ન્યૂઝીલેન્ડમાં વરસાદથી પ્રભાવિત ટી20 સિરીઝ જીતી હતી.
આ વર્ષે ODI વર્લ્ડ કપ રમાવાનો છે અને અત્યારે ભારતીય ટીમ માટે T20 પ્રાથમિકતા નથી, પરંતુ આનાથી હાર્દિકને ભવિષ્ય માટે એટલે કે 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે તેની વ્યૂહરચના તૈયાર કરવામાં મદદ મળશે.
હાલમાં ભારતીય ટીમમાં જે સૌથી મોટી સમસ્યા નજર સામે આવી રહી છે. એ છે કે, ટીમની લાપરવાહ.ભારતના ટોચના ક્રમના બેટ્સમેનો ખુલ્લેઆમ રમવામાં નિષ્ફળ ગયા, જેની કિંમત ટીમને T20 વર્લ્ડ કપમાં ભોગવવી પડી. પ્રથમ T20 મેચમાં ઋતુરાજ ગાયકવાડ ઈશાન કિશન સાથે ઓપનિંગ કરી શકે છે. બંને છેલ્લા કેટલાક સમયથી IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેને પોતાની તાકાત બતાવવાની તક મળશે.
ઈશાન અને ઋતુરાજને મળશે તક
ભારતને 18 મહિના બાદ આગામી વર્લ્ડકપ રમવાનો છે. ત્યારે ઈશાન અને ઋતુરાજને સારી તક મળી શકે છે. ભારત આ વર્ષ 15થી પણ ઓછી ટી 20 મેચ રમશે. પંડ્યાની પાસે શુભમન ગિલના રુપમાં એક ઓપનરનો વિકલ્પ છે. પરંતુ તેમણે હજુ સુધી ટી 20 ક્રિકેટમાં ડેબ્યુ કર્યું નથી.
6 બોલરોની સાથે મેદાનમાં ઉતરી શકે છે પંડ્યા
હાર્દિક પંડ્યા પ્લેઈંગ ઈલેવનમાં 6 બોલરને તક મળી શકે છે. જો આવું થાય છે તો પ્રથમ મેચમાં દિપક હુડ્ડા પણ મેદાનમાં જોવા મળી શકે છે. મેનેજમેન્ટ સંજુ સેમસન અને ડેબ્યુની રાહ જોઈ રહેલા રાહુલ ત્રિપાઠીમાંથી કોઈ પણ એકને પસંદ કરવાનો પડકાર છે. પરંતુ સેમસનની સંભાવના વધુ છે. શ્રીલંકા વિરુદ્ધ શિવમ માવી અને મુકેશ કુમારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ ફાસ્ટ બોલરમાં અર્શદીપ સિંહ, હર્ષ પટેલ અને ઉમરાન મલિક મેનેજમેન્ટની પ્રથમ પસંદ હશે. હાર્દિકની સેનામાં વોશિગ્ટન સુંદર અને અક્ષર પટેલ જેવા ઓલરાઉન્ડરનો વિકલ્પ છે. પ્રથમ મેચમાં સ્પિનર યુઝવેન્દ્ર ચહલને તક મળવાની સંભાવના છે.
ભારતીય ટીમ આ પ્રકારે છે
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર