ગુજરાત

ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપનારા 8 સભ્યના રાજીનામાનો સ્વીકાર, વિવાદ પર પડદો પડસે કે પછી મામલો વકરશે ?

ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપનારા આઠ સભ્યોના રાજીનામનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની નિમણૂક થયા બાદ ટ્રસ્ટી મંડળની આજે પહેલી બેઠક મળી હતી. જેમાં નારાજ 8 ટ્રસ્ટીઓના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ બન્યા છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં મહાત્મા ગાંધીજીએ કરી હતી. ડીમ્ડ યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠના નીતિ-નિર્માણ એકમે ઇલા ભટ્ટના રાજીનામાને પગલે 4 ઓક્ટોબરે આચાર્ય દેવવ્રતના નામની દરખાસ્ત 12મા કુલપતિ તરીકે કરી હતી.

ટ્રસ્ટી મંડળની બેઠકમાં નવા ચાર ટ્રસ્ટીઓની નિમણૂક

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણૂકને લઈ અગાઉ ગુજરાત વિદ્યાપીઠના 22 ટ્રસ્ટી મંડળના સભ્યો પૈકી 8 જેટલા ટ્રસ્ટીઓએ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો, જયારે 11 ટ્રસ્ટીઓ સમર્થનમાં હતા, જ્યારે બાકીના બે સભ્યો તટસ્થ રહ્યા હતા. આ તરફ ટ્રસ્ટી મંડળની બેઠકમાં નવા ચાર ટ્રસ્ટીઓની નિમણૂક પણ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર સ્થિત ટીચર યુનિવર્સિટીના કુલપતિ અને ભાજપના પૂર્વ પ્રવક્તા હર્ષદ પટેલની ટ્રસ્ટી તરીકે પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત ગફુર બિલખીયા કે જેઓ પદ્મશ્રી મેળવી ચૂક્યા છે મૂળ વાપીના છે અને ગાંધીકાકાના નામ તરીકે પ્રખ્યાત છે. રાજેશ્રી બિરલા કે જેઓ પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે અને ગાંધીવાદી વિચારધારા ધરાવે છે. જ્યારે ચોથા ટ્રસ્ટી તરીકે ડીપી ઠાકર કે જેઓ ગુજરાતના પૂર્વ માહિતી કમિશનર રહી ચૂક્યા છે તેમનો ટ્રસ્ટી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

લાંબા સમયથી ચાલ્યો આવે છે વિવાદ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ બન્યા છે. ગુજરાત વિદ્યાપીઠની  સ્થાપના 1920માં મહાત્મા ગાંધીજીએ કરી હતી.   ડીમ્ડ યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠના નીતિ-નિર્માણ એકમે ઇલા ભટ્ટના રાજીનામાને પગલે 4 ઓક્ટોબરે આચાર્ય દેવવ્રતના નામની દરખાસ્ત 12મા કુલપતિ તરીકે કરી હતી.  નોંધનીય છે કે  વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન ભટ્ટ  પોતાની ઉંમરને ધ્યાનમાં રાખતા આ  પદ પરથી રાજીનામું આપ્યું હતું. મહાત્મા ગાંધીજીએ   1920માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી અને તેઓ આ સંસ્થાના પ્રથમ કુલપતિ હતા. સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આ સંસ્થાના કુલપતિ રહી ચૂક્યા છે. વર્તમાનમાં આ સંસ્થાના કુલપતિ મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા અને સેવા સંસ્થાનાં સ્થાપક ઈલાબહેન ભટ્ટ છે, તેમણે થોડા સમય પહેલાં રાજીનામું આપ્યું હતું. ઇલાબહેન ભટ્ટની સેવા સંસ્થા  દ્વારા મહિલાઓ માટેના વિવિધ કાર્યો કરવામાં આવે છે.

રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠ જઈને સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈકર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આઘાત અને આંચકો આપનારી વાસ્તવિકતા તો એ છે કે લેડી ગવર્નર દર્શનાદેવી સાથે રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રત સફાઈ માટે સખત પરિશ્રમ કરી રહ્યા હતા, ત્યારે પણ અને આજ સુધી ગુજરાત વિદ્યાપીઠમાંથી એક પણ વ્યક્તિ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ નથી. આચાર્ય દેવવ્રતએ આવા અભિગમ સામે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું.

administrator
R For You Admin