જ્યાં એક તરફ રોહિત શેટ્ટીને બોલિવૂડના બેસ્ટ ડાયરેક્ટરમાંના એક માનવામાં આવે છે, તો બીજી તરફ અજય દેવગન પણ એક શાનદાર એક્ટર છે. જ્યારે જ્યારે આ બંનેની જોડી કોઈ પણ ફિલ્મ માટે સાથે આવી છે ત્યારે તે ફિલ્મે પડદા પર ધૂમ મચાવી છે. લોકો લાંબા સમયથી આ બંનેની ફિલ્મ સિંઘમ 3 ની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે અજય દેવગને સિંઘમના ત્રીજા પાર્ટની જાહેરાત કરી છે. અજય દેવગને સોમવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરીને સિંઘમ 3 ની જાહેરાત કરી છે. સિંઘમ 3ના ત્રીજા પાર્ટનું નામ ‘સિંઘમ અગેન’ હશે. અજય દેવગને જણાવ્યું કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાયર છે
સાથે જોવા મળ્યા અજય દેવગન અને રોહિત શેટ્ટી
અજય દેવગને સિંઘમ અગેનનું એનાઉન્સમેન્ટ કરતી એક તસવીર શેયર કરી છે. આ ફોટોમાં અજય દેવગનની સાથે સાથે સિંઘમ ફ્રેન્ચાઈઝીના ડાયરેક્ટર રોહિત શેટ્ટી પણ જોવા મળે છે. અજય દેવગને આ પોસ્ટ દ્વારા જાણકારી આપી છે કે તેને ફિલ્મની સ્ટોરી સંભળાવવામાં આવી છે, જે ફાયર છે.
અજય દેવગને આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “નવા વર્ષની સારી શરૂઆત રોહિત શેટ્ટીની સિંઘમ અગેનના નૈરેશન સાથે કરી. જે સ્ક્રિપ્ટ મેં સાંભળી તે ફાયર છે. ભગવાને ઈચ્છે તો, આ અમારી 11મી બ્લોકબસ્ટર હશે.
તમને જણાવી દઈએ કે સિંઘમનો પહેલો પાર્ટ વર્ષ 2011માં આવ્યો હતો, જેમાં અજય દેવગનની અપોઝિટ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ જોવા મળી હતી. જ્યારે બીજો પાર્ટ એટલે કે સિંઘર રિટર્ન્સ વર્ષ 2014માં રિલીઝ થયો હતો. બીજા ભાગમાં અજય સાથે બોલિવૂડની બેબો કરીના કપૂર જોવા મળી હતી. આ બંને પાર્ટે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી અને બ્લોકબસ્ટર રહી હતી.
આ વખતે અંદર પણ આગ છે – રોહિત શેટ્ટી
સિંઘમ અગેન માટે રોહિત શેટ્ટી પણ ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી રહ્યો છે. અજય દેવગનની આ પોસ્ટ રોહિતે કોમેન્ટ કરીને પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી છે. તેણે લખ્યું, “અત્યાર સુધી અમે ઈમાનદારી અને મહેનતથી કામ કર્યું છે, આ વખતે અંદર આગ છે.”
સિંઘમ અગેનની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે. એક યુઝરે આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું, “બિલકુલ, આ પહેલેથી જ બ્લોકબસ્ટર છે.” અન્ય એક યુઝરે લખ્યું, “લાગે છે કે ગાડી ફરી ઉડશે.” અન્ય એક યુઝરે લખ્યું, “હંમેશાની જેમ મારા ફેવરિટ એક્ટર-ડાયરેક્ટરની જોડી માટે એકસાઈટેડ.”