સૌરાષ્ટ્ર – કચ્છ

Heeraben Modi: સૌરાષ્ટ્રના આ શહેરમાં PM મોદીના માતા હીરાબાની યાદમાં બનાવાશે ચેકડેમ, જાણો માત્ર કેટલા દિવસમાં થશે તૈયાર

Rajkot News: ગીર ગંગા ટ્રસ્ટના દિલીપ સખીયા દ્વારા હીરાબાની સ્મૃતિમાં ચેક ડેમ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. માત્ર આઠ દિવસમાં ચેકડેમ જેવું સરોવર બનાવવામાં આવશે.

વડાપ્રધાનની માતા હીરાબાનું 30 ડિસેમ્બર, 2022ના રોજ નિધન થયું હતું. હીરાબાએ યુ,એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતા હીરાબાના નિધનની જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યુ હતું કે શાનદાર શતાબ્દી કા ઇશ્વર ચરણો મેં વિરામ..માં મેં મૈને હંમેશા ઉસ ત્રિમૂર્તિ કી અનુભૂતિ કી હૈ, જિસમે એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગી કા પ્રતીક ઔર મૂલ્યોં કે પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહા હૈ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની યાદમાં રાજકોટના ન્યારી ડેમ પર ₹15 લાખના ખર્ચે હીરાબા ચેકડેમ બનાવવામાં આવશે. ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગીર ગંગા ટ્રસ્ટના દિલીપ સખીયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. માત્ર આઠ દિવસમાં ચેકડેમ જેવું સરોવર બનાવવામાં આવશે.

editor
R For You Desk