ગુજરાત

ડુંગળીના ભાવ ગગડતા, ગુજરાતના તાત નિરાશ

ગુજરાત રાજ્યમા આ વખતે ગરીબની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવમા ઘટાડો થતા ખેડૂતોમા નારાજગી જોવા મળી છે. ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં. જ્યાં બીજી બાજુ ડુંગળીના ભાવ ગગડતા સામાન્ય લોકોને ફાયદો થયો છે. ખેડૂતો મોંઘાભાવના બિયારણોની ખરીદી કરીને ડુંગળીનું વાવેતર કર્યું હતું. પાકના જતન માટે ખેડૂતો બિયારણ ઉપરાંત તેમા છાંટવામા આવતી જંતુનાશક દવાઓ અને અન્ય જરુરીયાત વસ્તુઓનો મોંઘો ખર્ચો કરવામા આવે છે. પરંતુ ખેડૂતોને તેનું પણ વળતર મળતું નથી. કિસાનોને ડુંગળીનું વાવેતર મેળવવા માટે એક વીઘે અંદાજિત ૧૫થી ૧૮ હજાર રૂપિયા સુધી ખર્ચ કરવામા આવે છે. ડુંગળી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં વેચાવા આવી ત્યા સુધી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા હતા પરંતુ અન્ય રાજ્યની ડુંગળીની આવક થતાં જ, ડુંગળીના ભાવ ગગડી ગયા છે. ખેડૂતો માર્કેટિંગ યાર્ડમા મોંધા ભાડા ચુકવી ડુંગળી વેચવા મુક્યો ત્યાં ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોમા નારાજગી જોવા મળી રહી છે.

ધોરાજી માર્કેટિંગ યાર્ડ

ધોરાજી માર્કેટિંગ યાર્ડમા ડુંગળીના હોલસેલ વેપારીઓનું કહેવુ છે કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમા ધોરાજીની આસપાસના વિસ્તારોમાંથી અનેક ખેડૂતો તેમના પાકના વેચાણ માટે અહીં આવે છે. વેપારીઓના જણાવ્યા અનુસાર અઠવાડિયા પહેલા એક મણ ડુંગળીનો ભાવ 150 થી 200 રુપિયામા મળ્યા હતાં. પરંતુ તેમને અત્યારે સારી ડુંગળીના મણ દીઠ 350 રુપિયા જેટલો મળી રહે છે. જો સરકાર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ પાક માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધામા પૂરી પાડવામા આવે તો ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમા પણ ખેડૂતોને ભાવ પૂરતો મળે.

હાલમાં ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે

આજથી થોડા દિવસ પહેલા જગતના તાતને કસ્તુરીના યોગ્ય ભાવ મળતા હતા, પરંતુ હાલ તેના નફામાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, એક તો ખાતરના ભાવ મોંઘા થઇ રહ્યાં છે તેમાં કેવી રીતે ઘર ચલાવવું તેવા સવાલ જગતના તાત ઉઠાવી રહ્યાં છે. કિસાન મોચરના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ કહ્યું કે, ખેડૂતોને વળતર નથી મળી રહ્યું. હાલ, જે સ્થિતિ છે તે હજુ પણ યથાવત રહેવાની છે, કેમ કે બહારના રાજ્યની આવક થતા ડુંગળી ભરપૂર આવી રહી છે. ત્યારે ખેડૂતો સરકારે પાસે ડુંગળીની નિકાસના નિયમો હળવા કરવાની અને ટેકાનો ભાવે ખરીદીની માગ કરી રહ્યાં છે.

administrator
R For You Admin