તાજા સમાચાર

Rishabh Pant Accident કેસમાં કોણ ખોટું બોલી રહ્યું છે ? મુખ્યમંત્રી કે NHAI ?

રિષભ પંતની કાર અકસ્માતની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NHAI એ તેમના અકસ્માતને લઈને રસ્તા પર ખાડા હોવાની દલીલને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તમને જણાવી દઈએ કે, ભારતીય વિકેટ કીપર બેટ્સમેનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, તો બીજી તરફ તેના અકસ્માતને લઈને રોજેરોજ કોઈને કોઈ સમાચાર સામે આવી રહ્યા છે. આ પહેલા ઉત્તરાખંડ પોલીસના નિવેદનમાં પંતના અકસ્માતનું કારણ ઉંધી જવાનું કહેવામાં આવ્યું હતું. સાથે જ રોડ પરના ખાડાઓને તેમની સાથે થયેલા અકસ્માતનું કારણ જણાવ્યું હતું.

રવિવારે રિષભ પંતને મળ્યા બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “પંતે તેમને કહ્યું કે હાઇવે પર તેમની કારની સામે અચાનક ખાડો આવી ગયો, જેના કારણે તેમની કારને અકસ્માત નડ્યો.”

CM કે NHAI, કોનું નિવેદન સાચું?

હવે સમજાતું નથી કે કોણ સાચું બોલે છે. કારણ કે, ઉત્તરાખંડના સીએમના નિવેદન બાદ NHAI દ્વારા આ અંગે આપવામાં આવેલ અભિપ્રાય સંપૂર્ણપણે અલગ છે. NHAI રૂડકી વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રદીપ સિંહ ગુસૈને પત્રકારોને જણાવ્યું હતું કે, અકસ્માતના સ્થળે રસ્તા પર કોઈ ખાડો નહોતો. જે રોડ પર કાર અકસ્માત થયો હતો, તે હાઇવે કેનાલને કારણે થોડો સાંકડો છે. આ કેનાલનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

NHAI એ પણ ખાડાઓ ભરવાની ના વાત નકારી કાઢી

NHAI ગુસાઈએ એ વાતનો પણ ઈન્કાર કર્યો હતો કે અકસ્માત સ્થળનું સમારકામ કરવામાં આવ્યું હતું તમને જણાવી દઈએ કે મજૂરો દ્વારા કથિત રીતે હાઈવેના એક ભાગને રિપેર કરવાના કેટલાક ફોટો રવિવારે મોડી સાંજે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

આ પહેલા શનિવારના રોજ પંત સાથે મુલાકાત કર્યા બાદ ડીડીસીએના ડાયરેક્ટર શ્યામ શર્માએ પણ ઉત્તરાખંડના સીએમ ધામી દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, પંતે ખાડાથી બચવાનો પ્રયત્ન કર્યો અને તેના કારણે તેની સાથે અક્સ્માત સર્જાયો હતો.આ વર્ષે ODI વર્લ્ડ કપ રમાવાનો છે અને અત્યારે ભારતીય ટીમ માટે T20 પ્રાથમિકતા નથી, પરંતુ આનાથી હાર્દિકને ભવિષ્ય માટે એટલે કે 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે તેની વ્યૂહરચના તૈયાર કરવામાં મદદ મળશે.

administrator
R For You Admin