રમત ગમત

Big Bash League માં હવે 61ને બદલે 43 મેચ રમાશે, આ તારીખે શરુ થશે મેચ

દુબઈમાં 13 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી ઇન્ટરનેશનલ લીગ ટી20 મેચો રમાશે. જેમાં કુલ 6 ક્રિકેટ ટીમો હશે. આ 6 ટીમોમાંથી 5 ટીમોની ફ્રેન્ચાઈઝીના માલિકો ભારતીયો છે. Big Bash Leagueમાં આ વખતે ફેરફાર જોવા મળશે. લીગ રોમાંચક તો હશે પરંતુ મેચ ઓછી રમાતી જોવા મળશે. ઓસ્ટ્રેલિયાની ટી 20 લીગમાં 18 મેચનો ધટાડો કરવામાં આવ્યો છે. જ્યાં પહેલા 61 મેચ રમાતી હતી. તે હવે ધટીને 43 મેચ રમાશે. બિગ બેશ લીગમાં આ ફેરફાર સીઝન 14થી જોવા મળશે. જે ફોક્સટેલ ગ્રુપ અને સેવન વેસ્ટ મીડિયા વચ્ચે 7 વર્ષના ટીવી કરારને કારણે શક્ય બન્યું છે.

આ અંગે માહિતી આપતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એમ પણ કહ્યું કે મેચોમાં ઘટાડા સિવાય ટૂર્નામેન્ટની 3 ફાઈનલ BBL 14થી રમાશે.1.5 અબજ ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં  7 વર્ષ માટે કરવામાં આવેલ અબજોની આ ડીલ વર્ષ 2024થી શરૂ થશે. હાલમાં 2018માં હસ્તાક્ષર કરાયેલ 6 વર્ષનો કરાર ચાલુ રહેશે. તે પછી 2030-31 ના ઉનાળા સુધી ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ ફક્ત ફોક્સ અને સેવન પર જ જોવા મળશે.

સેવન પર જોવા મળશે ટેસ્ટ, 33 બિગ બૈશ મેચ, 3 ફાઈનલ

હવે સવાલ એ છે કે નવા કરાર બાદ સેવન પર શું જોવા મળશે. તો આના પર પુરૂષ ટીમની ટેસ્ટ મેચો સિવાય મહિલા ટીમની તમામ આંતરરાષ્ટ્રીય મેચો, મહિલા બિગ બેશની ઓછામાં ઓછી 23 મેચ અને બિગ બેશ લીગની 43 મેચોમાંથી 33 મેચ જોવા મળશે. આ તકે જ BBLની 3 ફાઈનલ મેચોનું પણ આયોજન કરવામાં આવશે.

વનડે, ટી20I, 10 BBL મેચ Foxtel અને Kayo Sports પર

બીજી તરફ ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમની ODI અને T20I મેચ ફોક્સટેલ અને કાયો સ્પોર્ટ્સ પર જોવા મળશે. આ ઉપરાંત, આના પર 10 વિશિષ્ટ BBL મેચો પણ જોવામાં આવશે, જે સુપર શનિવારની સિરીઝનો એક ભાગ હશે. નવો કરાર વર્ષ 2024ના મધ્યથી શરૂ થશે અને 2030-31 સુધી ચાલશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોકલી નવી ડીલથી ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે “ફોક્સટેલ ગ્રૂપ અને સેવનની ઉત્પાદન ગુણવત્તા અદ્દભુત છે. પ્રેક્ષકોના દૃષ્ટિકોણથી પણ તે સારું છે. મને આશા છે કે તે એક સફળ સોદો સાબિત થશે.”

administrator
R For You Admin