મનોરંજન

પઠાણના ટ્રેલરની રિલીઝ ડેટ આવી સામે, શું મેકર્સ ફિલ્મનું નામ બદલશે કે કેમ? આ લીધો મોટો નિર્ણય

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણના ટ્રેલરની રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. ફિલ્મના મેકર્સ પઠાણનું ટ્રેલર 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ સાથે તે અફવાઓનો પણ અંત આવ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે, ફિલ્મનું નામ બદલી શકાય છે. શાહરૂખની ફિલ્મ પઠાણ નામથી રિલીઝ થશે.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટના માધ્યમથી કહ્યું છે કે 6 દિવસ પછી પઠાણનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના પહેલા ગીત રિલીઝથી જ ઘણો વિવાદ થઈ રહ્યો છે. દીપિકા પાદુકોણના કપડાંને લઈને આખા દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ફિલ્મના બોયકોટ અને બેન સુધીની માંગ કરી હતી.

પઠાણની રિલીઝના બે અઠવાડિયા પહેલા ટ્રેલર થશે રિલીઝ

પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે એટલે કે રિલીઝના લગભગ બે અઠવાડિયા પહેલા મેકર્સ તેનું ટ્રેલર રિલીઝ કરવા જઈ રહ્યા છે. વિવાદ પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ટ્રેલરને રિલીઝ કરવામાં વિલંબ થઈ રહ્યો છે કારણ કે નિર્માતા તેનું નામ બદલવાનું વિચારી રહ્યા છે. જોકે એવું નથી. તરણ આદર્શના જણાવ્યા અનુસાર, નામ બદલવામાં આવશે નહીં.

આપણી સંસ્કૃતિ અને વિશ્વાસ સમૃદ્ધ અને ઊંડો છે : પ્રસૂન જોશી

થોડા દિવસો પહેલામ ફિલ્મ સેન્સર બોર્ડે પઠાણના નિર્માતાઓને ફિલ્મના વિવાદાસ્પદ ગીતો અને કેટલાક દ્રશ્યો બદલવા અને ફિલ્મનું સુધારેલું સંસ્કરણ બોર્ડને સુપરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે ક્યા સીનને કટ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ અંગેની માહિતી બહાર આવી નથી.

સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીએ કહ્યું હતું કે, સમિતિએ ફિલ્મ નિર્માતાઓને નિર્દેશ આપ્યો છે કે, તેઓ ફિલ્મમાં ગીતો સહિત સૂચિત ફેરફારો કરે અને સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલાં તેનું સુધારેલું સંસ્કરણ સબમિટ કરે. તેમણે કહ્યું કે, આપણી સંસ્કૃતિ અને વિશ્વાસ સમૃદ્ધ અને ઊંડો છે અને મેં અગાઉ કહ્યું તેમ, નિર્માતાઓ અને દર્શકો વચ્ચેના વિશ્વાસનું રક્ષણ કરવું સૌથી મહત્વપૂર્ણ છે અને ફિલ્મ નિર્માતાઓએ આ દિશામાં કામ કરતા રહેવું જોઈએ.

editor
R For You Desk