તાજા સમાચાર

રિષભ પંતનું મુંબઈની કોકિલા બેન હોસ્પિટલમાં ઓપરેશન થશે, દેહરાદૂનથી એરલિફ્ટ કરવામાં આવશે

BCCIએ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતની સ્થિતિ અંગે સત્તાવાર અપડેટ જાહેર કર્યું છે. 30 ડિસેમ્બરે રિષભ પંતનો દિલ્હી-દેહરાદૂન હાઈવે પર કાર અકસ્માત થયો હતો. ત્યારથી તેઓ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પંતને માથા, કમર અને શરીરના અન્ય ભાગમામ ઈજા થઈ હતી. પંતના લિગામેન્ટમાં ગંભીર ઈજા થઈ છે અને હવે તેની વધુ સારવાર દેહરાદૂનમાં નહીં પરંતુ મુંબઈમાં થશે. બીસીસીઆઈએ એક પ્રેસ રીલીઝ જાહેર કરીને તેની માહિતી આપી છે.

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાશે

BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે પંતને દેહરાદૂનથી એરલિફ્ટ કરીને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. રિપોર્ટ્સનું માનીએ તો પંતને મેક્સ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં પંતના પરિવારના સભ્યો તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાંથી બહાર લઈ જતા જોવા મળે છે.

બીસીસીઆઈએ અપડેટ આપી

બીસીસીઆઈએ તેના લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું છે કે પંતને એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવશે. ડૉ. દિનશા પરાડીવાલા મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમની સારવાર કરશે. કોકિલાબેન હોસ્પિટલના સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડીસીનના ચેરમેન ડો. દિનશા છે. રિષભ પંતની   સર્જરી થશે ત્યાર બાદ તે BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. બીસીસીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે રિષભની ​​સારવાર અને સાજા થવાની સંપૂર્ણ જવાબદારી અને ખર્ચ બોર્ડ ઉઠાવી રહ્યું છે. તે પંતને દરેક રીતે સમર્થન આપવા માટે મક્કમ છે

પંત સાથે સર્જાયો ગંભીર અક્સ્માત

પચ્ચીસ વર્ષનો પંત એક ભયાનક કાર દુર્ધટનાનો શિકાર થયો હતો. જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે તે દિલ્હીથી પોતાના ઘર રુડકી જઈ રહ્યો હતો. તે દરમિયાન નેશનલ હાઈવે પર અક્સ્માતનો શિકાર બની હતી. તેની કાર ડિવાઈડર સાથે ટક્કરાય હતી.મોટાભાગની ઇજાઓ નાની હતી પરંતુ પગની ઘૂંટી અને ઘૂંટણની ઇજાઓ ચિંતાજનક છે. આજે સવારે ડીડીસીએના ડિરેક્ટર શ્યામ શર્માએ કહ્યું કે, ક્રિકેટર રિષભ પંતને વધુ સારવાર માટે આજે મુંબઈ ખસેડવામાં આવશે.

 

editor
R For You Desk