રમત ગમત

ખેલાડીએ મેચની વચ્ચે સિગારેટ પીવાનો ઈશારો કરી, મેદાનમાં લાઈટર મંગાવ્યું જાણો કેમ?

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લાબુશેને મેચ દરમિયાન બેટિંગ દરમિયાન સિગારેટ પીવાનો ઈશારો કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આજે મેચનો પ્રથમ દિવસ છે અને ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેલબોર્ન ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ડેવિડ વોર્નર આ મેચમાં માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી લાબુશેન ઉસ્માન ખ્વાજાને સપોર્ટ કરવા ક્રિઝ પર આવ્યો હતો.

મેચની વચ્ચે, લબુશેને પહેલા તેના હેલ્મેટ તરફ ઈશારો કર્યો અને પછી પીવાની સ્ટાઈલમાં ઈશારો કર્યો હતો જેમાં લાબુશેનને લાઇટરની જરૂર હતી, જેથી તે તેના હેલ્મેટની અંદર પ્લાસ્ટિક સેટ કરી શકે. તેનો આ વીડિયો Cricket.com.au દ્વારા શેર કરવામાં આવ્યો અને પછી આ વીડિયો ઝડપથી વાયરલ થવા લાગ્યો છે.

ખ્વાજા અને લબુશેને મળીને ઇનિંગ્સને સંભાળી

ભલે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વિકેટ માત્ર 12 રનમાં ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી ખ્વાજા અને લબુશેને મળીને ઇનિંગ્સને સંભાળી હતી અને બંનેએ સદીની ભાગીદારી નોંધાવી હતી. સિડનીમાં વરસાદને કારણે મેચ રોકવી પડી હતી. મેચ દરમિયાન લબુશેને સૌને ખુબ હસાવ્યા હતા. જ્યારે તેમણે ડ્રેસિગ રુમ તરફ સિગરેટ પીવાનો ઈશારો કરી લાઈટર મંગાવ્યું હતુ,

બુશેને પોતાનું હેલ્મેટ ઠીક કર્યું

ઓસ્ટ્રેલિયન બેટ્સમેનના ઈશારાને સમજીને મેદાન પર લાઈટર લાવવામાં આવ્યું, જેથી લાબુશેને પોતાનું હેલ્મેટ ઠીક કર્યું. આ પછી લાબુશેને તેની બેટિંગ ચાલુ રાખી. લાબુશેને 151 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 79 રન બનાવ્યા હતા. એનરિચ નોર્ટજે વિકેટકીપર વેરેનીના હાથે કેચઆઉટ થઈને તેની ઇનિંગ્સનો અંત કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસે સ્ટમ્પ સુધી 47 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા છે.

લાબુશેનને જીવન દાન મળ્યું

ઓસ્ટ્રેલિયાના જમણા હાથના બેટ્સમેનને ઇનિંગની 40મી ઓવરમાં જીવનદાન મળ્યું હતું. લાબુશેન માર્કો જેન્સેનની બોલ પર ડ્રાઈવ રમવા ગયો અને બોલ તેના બેટની બહારની કિનારી લઈને સ્લિપ એરિયામાં ગયો, જ્યાં ફિલ્ડરે  કેચ લીધો. પરંતુ અમ્પાયરે થર્ડ અમ્પાયરને સાચો નિર્ણય લેવામાં મદદ કરી હતી. આ રીતે તેને જીવનદાન મળ્યું હતુ

editor
R For You Desk