મનોરંજન

દીપિકાએ આ 6 છોકરાઓને ડેટ કર્યા બાદ રણવીર સાથે કર્યા લગ્ન, એક્ટરથી લઈને સ્પોર્ટ્સ મેન, મોડલ સુધીના નામ સામેલ

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી દીપિકા પાદુકોણનો આજે જન્મદિવસ છે. આ સુંદર અભિનેત્રી આજે તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. દીપિકા અને રણવીર બી-ટાઉનના સૌથી લોકપ્રિય ‘લવ બર્ડ્સ’ છે. પરંતુ રણવીર સિંહ સાથે લગ્ન કરતા પહેલા દીપિકા પાદુકોણનું નામ ઘણી જાણીતી હસ્તીઓ સાથે જોડવામાં આવ્યું હતું. આ નામોમાં એક્ટરથી લઈને સ્પોર્ટ્સ મેન, મોડલ સુધીના અનેક નામ સામેલ છે. તો ચાલો એક નજર કરીએ, રણવીર સિંહ સાથે લગ્ન કરતા પહેલા કઈ સેલિબ્રિટી સાથે દીપિકાના લિંક અપના સમાચાર વાયરલ થયા હતા.

નિહાર પંડ્યા

કહેવાય છે કે બોલિવૂડમાં તેને મોટો બ્રેક મળ્યો તે પહેલા દીપિકા નિહારને ડેટ કરતી હતી. બંનેની મુલાકાત 2005માં એક એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી. બંનેએ ત્રણ વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં સમય વિતાવ્યો હતો. નિહારે થોડાં વર્ષ પહેલાં સિંગર નીતિ મોહન સાથે લગ્ન કર્યાં હતાં.

ઉપેન પટેલ

દીપિકા પાદુકોણનું નામ ઉપેન પટેલ સાથે પણ જોડાયું હતું. જો કે, આ વિશે બંનેમાંથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી ન હતી.

મુઝામિલ ઈબ્રાહીમ

મીડિયા રિપોર્ટ્સમાં મુઝામિલ ઈબ્રાહિમ અને દીપિકા પાદુકોણને પણ કપલ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. જોકે, આ બંનેનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં.

યુવરાજ સિંહ

ક્રિકેટર યુવરાજ સિંહ સાથે એક જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા બાદ તેમના અફેરના સમાચારે સનસનાટી મચાવી હતી. બંને ઘણી જાહેર જગ્યાઓ પર સાથે જોવા મળ્યા હતા. જો કે, આ સંબંધ વિશે બંને તરફથી કહેવામાં આવ્યું હતું કે બંને એકબીજાના સારા મિત્રો છે.

સિદ્ધાર્થ માલ્યા

વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાના પુત્ર અને દીપિકા પાદુકોણના અફેરના સમાચારે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો હતો. દીપિકા ઘણી વખત IPLમાં સિદ્ધાર્થ સાથે જોવા મળી હતી. સિદ્ધાર્થે દીપિકાનો જન્મદિવસ શાનદાર રીતે ઉજવ્યો હતો.

રણબીર કપૂર

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી હતી. દીપિકાએ રણબીરના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું. જોકે આજે બંને પોતાના પાર્ટનરથી ખુશ છે.

editor
R For You Desk