દેશ-વિદેશ

Umran Malik ની ગતિ જોઈ શોએબ અખ્તરને થઈ ઈર્ષા? કહ્યુ-મારો રેકોર્ડ તોડવામાં હાડકા ના ભાંગે

ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્ટાર ખેલાડી ઉમરાન મલિક તેની બોલિંગની ગતિ વડે સૌ કોઈને આશ્ચર્યમાં મુકી રહ્યો છે. મુંબઈના વાનખેડેની પિચ પર તેણે 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ નાંખ્યો હતો. જે બોલ પર તેણે દાસુન શનાકાની વિકેટ ઝડપી હતી. આ બોલની ગતિ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી કોઈ બોલરની સૌથી વધારે હતી. ઉમરાનના નામે તેનો રેકોર્ડ નોંધાઈ ચુક્યો છે. જોકે ઉમરાન મલિક વિશ્વરેકોર્ડથી થોડો દૂર છે. જોકે હવે શોએબ અખ્તરનુ આ દરમિયાન એક મીડિયા અહેવાલ દ્વારા નિવેદન સામે આવ્યુ છે.

ઝડપી બોલર ઉમરાન મલિકે શ્રીલંકાની સિરીઝ પહેલા ઇચ્છા વ્યક્ત કરી હતી કે, તે શોએબ અખ્તરનો રેકોર્ડ તોડવા ઈચ્છે છે. હવે શોએબ અખ્તરે આ વાત પર જવાબ આપ્યો છે. જે જવાબ ઉમરાનને માટે સલાહ કરતા ઈર્ષા ભર્યો વધારે લાગી રહ્યો એમ પહેલી નજરમાં લાગી રહ્યુ છે. જોકે અંતમાં કહે છે કે, મારો મતલબ છે કે, તે ફિટ છે.

ઉમરાનની ઈચ્છા સામે અખ્તરનો જવાબ

મીડિયા અહેવાલ મુજબ એક વાતચીત દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલરને ઉમરાન મલિકની રેકોર્ડ તોડવાની ઈચ્છાના સંદર્ભમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. સવાલના જવાબમાં અખ્તરે પહેલા તો કહ્યુ કે મને ખુશી થશે કે તે મારો રેકોર્ડ તોડશે. ત્યાર બાદ તુરત જ આગળ બોલતા પહેલા હસવા લાગ્યો હતો અને હસતા હસતા કહ્યુ કે, જોકે મારો રેકોર્ડ તોડતા-તોડતા ક્યાંક તે પોતાના હાડકા ના તોડાવી લે. મારો મતલબ એ છે કે તે ફિટ રહે.

આ પહેલા ઉમરાન મલિકને સિરીઝ અગાઉ સૌથી ઝડપી બોલ કરીને વિશ્વ રેકોર્ડ તોડવાને લઈ સવાલ કરવામાં આવ્યો હતો. તેની ઝડપને લઈ તેને પૂછવામાં આવ્યુ હતુ કે, તે શોએબનો રેકોર્ડ તોડી શકશે કે કેમ, જેના જવાબમાં મલિકે જણાવ્યુ હતુ કે, હાં. જો હું ભાગ્યશાળી રહ્યો તો આ રેકોર્ડ તોડી શકીશ.

પ્રથમ મેચ આમ રહ્યુ પ્રદર્શન

ભારત અને શ્રીલંકા વચ્ચે હાલમાં ટી20 શ્રેણી રમાઈ રહી છે. જેની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં તેણે કોઈ પણ ભારતીય બોલર તરફથી સૌથી ઝડપી બોલ કર્યો હતો. તેણે પ્રતિ કલાકના 155 કિલોમીટરની ઝડપે બોલ કર્યો હતો. શોએબ  અખ્તરે 2003 ના વર્ષમાં 161.3 કિમીની ઝડપી બોલ ઈંગ્લેન્ડ સામેની એક મેચમાં નાંખીને વિશ્વવિક્રમ રચ્યો હતો. આ મેચમાં તેણે 27 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ઉમરાન તેના પ્રદર્શન કરતા તેના ઝડપી બોલના કારણે વધારે ચર્ચામાં રહ્યો હતો.

editor
R For You Desk