રમત ગમત

‘જલ્દી સ્વસ્થ થઈ જાવ Rish’, અમૂલે પંત માટે બનાવ્યું ડૂડલ, લોકોએ ઉર્વશી રૌતેલાને કરી ટ્રોલ

તાજેતરમાં જ, ક્રિકેટર રિષભ પંતનો દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ભયંકર અકસ્માત થયો હતો, જેના પછી ચાહકો અને સેલિબ્રિટી સોશિયલ મીડિયા દ્વારા તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ ક્રમમાં હવે પ્રખ્યાત ડેરી બ્રાન્ડ અમૂલે ક્રિકેટરને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવતું વિશેષ ડૂડલ બનાવ્યું છે. તેમાં અમૂલની આઈકોનિક ગર્લને પંતની સંભાળ લેતી નર્સ તરીકે દર્શાવવામાં આવી છે.

અમુલ ઈન્ડિયાએ બુધવારના રોજ ઈન્સ્ટ્રાગ્રામ પર ડુડલ શેર કર્યું છે. રિષ હવે જલ્દી સ્વસ્થ થઈ જા. આ કેપ્શન આપ્યું છે. ભારતના સ્ટાર વિકેટકીપર-બેટસમેનને સ્વસ્થ થવાની શુભકામના, ડુડલને અત્યાર સુધી 91 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. જ્યારે લોકોએ અનેક કોમેન્ટ પણ શેર કરી છે. લોકોએ અહિ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે. આ પહેલા જોઈએ અમુલનું ડુડલ.

ફરી ટ્રોલ થઈ ઉર્વશી રૌતેલા

સોશિયલ મીડિયા યુઝર્સે હવે અમુલ ગર્લ દ્વારા અભિનેત્રી ઉર્વશી રૌતેલાને નિશાને બનાવવાનું શરુ કરી દીધું છે. કેટલાક યુઝર્સ એવું કહી મજા લઈ રહ્યા છે કે, આ ઉર્વશી તો નથી ને. જે નર્સના કપડામાં પંતને મળવા હોસ્પિટલ પહોંચી ગઈ છે. તો કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે, તમારી રિયલ આઈડીથી આવો ઉર્વશી. તો એક યુઝર્સે મજા લેતા કહ્યું ઉર્વશી ક્યારથી નર્સ બની ગયા છો.

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. ત્યારબાદ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. અભિનેત્રીની માતા મીરા રૌતેલાએ ક્રિકેટર માટે પ્રાર્થના કરી હતી. ત્યારથી લોકો કહેવા લાગ્યા છે કે, તમારો જમાઈ જલ્દી સ્વસ્થ થઈ જશે.

પંતને દેહરાદુનથી મુંબઈ શિફટ કરાયો

બીસીસીઆઈએ પોતાના પહેલા મેડિકલ અપટેડમાં પુષ્ટિ કરી છે કે, પંતના માથા પર ઈજા થઈ છે. તેના પગમાં પણ ઈજા થઈ છે. આ સિવાય પંતના પીઠ પર ગંભીર ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. પંતને દેહરાદુનથી મુંબઈ શિફટ કરવામાં આવ્યો છે. આ સિવાય એક ગ્રીન કોરિડોર પણ તૈયાર કરવામાં આવ્યું છે. પંતને હવે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

editor
R For You Desk