તાજા સમાચાર

Kutch જિલ્લાને ત્રણ ધન્વંતરિ આરોગ્ય રથ ફાળવાયા, શ્રમિકોને હવે કાર્યસ્થળે જ મળશે નિ:શુલ્ક તબીબી સેવાઓ

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લામાં ત્રણ ધન્વંતરિ આરોગ્ય રથની ફાળવણી કરવામાં આવી છે. જેને આજ રોજ જિલ્લા સેવા સદન ભુજ કચ્છ ખાતે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.કચ્છ જિલ્લામાં ત્રણ ધન્વંતરિ આરોગ્ય રથ કાર્યરત હતા જ્યારે અન્ય ત્રણ રથની સરકારે ફાળવણી કરતા આજરોજ તેને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.

શ્રમિકોની વિનામૂલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઇ-નિર્માણ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા

આ જિલ્લામાં કુલ છ ધન્વંતરિ રથ તેમની ટીમ સાથે સેવા આપશે શ્રમયોગીઓની દરકાર કરતી આ યોજનાના સુચારુ અમલીકરણને લઈને સાંસદએ મુખ્યમંત્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ ધન્વંતરિ આરોગ્ય રથમાં બાંધકામ શ્રમિકોની નોંધણી, બાંધકામ સાઈટ્સ, કડીયાનાકા અને શ્રમિકોની વિનામૂલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઇ-નિર્માણ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા સાથે શ્રમિક પરામર્શ અને યોજનાકીય સહાયની માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત વિવિધ તબીબી સેવાઓ જેમાં તાવ, ઝાડા, ઉલ્ટીની સારવાર, સામાન્ય રોગોની સારવાર, ચામડીના રોગોની સારવાર, રેફરલ સેવાઓ, નાની ઈજા તેમજ ડ્રેસિંગ વગેરેની સુવિધા, નાના બાળકોની સારવાર, સગર્ભા માતાની પ્રાથમિક તપાસ જેવી તબીબી સેવાઓ આપવામાં આવશે.

જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવશે

આ ઉપરાંત, લેબોરેટરી સેવાઓ જેમાં હિમોગ્લોબીનની તપાસ, મેલેરીયાની તપાસ, પેશાબની તપાસ, લોહીમાં સુગરની તપાસ, પ્રેગનન્સી ટેસ્ટની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ રથમાં ડોક્ટરના સલાહ-સૂચન મળી રહેશે તેમજ જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવશે.ધન્વંતરિ આરોગ્ય રથ અદ્યતન ટેકનોજીથી સજ્જ છે. જેના લીધે શ્રમિકોની ઓનલાઇન ડેટા એન્ટ્રી અને રજિસ્ટ્રેશન જીપીએસ દ્વારા રિયલ ટાઇમ ટ્રેકિંગ તેમજ તાલીમ બદ્વ કર્મચારીઓ દ્વારા તબીબી સેવાઓ નિ:શુલ્ક પુરી પાડી શકાય.

આ રથમાં લેબર કાઉન્સેલર દ્વારા શ્રમિકોને વિવિધ યોજનાઓની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ સાથે રથ દ્વારા કચ્છ જિલ્લાના તમામ બાંધકામ સ્થળો પર સેવાઓ પુરી પાડવામાં આવશે. જિલ્લા પ્રોજેક્ટ મેનેજર મોહિત પંડ્યાએ જણાવ્યુ હતુ. કે કચ્છમાં 2016 થી આ સેવા ચાલુ છે. જેમાં મુન્દ્રા-ગાંધીધામ વિસ્તારમાં દૈનીક 150 થી વધુ શ્રમિકોની તપાસ કરાઇ રહી છે જ્યારે અન્ય વિસ્તારમાં 50 જેટલી સ્થળ ઓ.પી.ડી કરાય છે. એક ધન્વંતરી રથમાં એક ડોક્ટર,3 નર્સીગ સ્ટાફ સહિત 6 વ્યક્તિઓ ફરજ બજાવે છે કચ્છમાં વધુ 3 ધન્વતરી રથ મળતા વધુ સારી રીતે શ્રમીકોની તપાસણી અને સારવાર કરી શકાશે

editor
R For You Desk