સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ અનુસાર આ સેક્શન કાર્યરત કરવામાં આવી છે. આ માટે સંબંધિત ફોર્મ્સ અને શરતો અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે નિયમ 31, નિયમ 31A, ફોર્મ 16 અને 24Qમાં જરૂરી સુધારા પણ કરવામાં આવ્યા છે.
શમાં વરિષ્ઠ નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકારે ઇન્કમ ટેક્સ રિટર્નમાં વરિષ્ઠ નાગરિકોને આપેલા વચન માટે જાહેરાત કરી છે. સરકારે કેન્દ્રીય બજેટ-2023 પહેલા વરિષ્ઠ નાગરિકોની શ્રેણી માટે આવકવેરા રિટર્ન નિયમો અપડેટ કર્યા છે. નાણા મંત્રાલયે તેના સત્તાવાર ટ્વીટમાં જણાવ્યું છે કે 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો જેમની પાસે માત્ર બેંક પેન્શન ખાતું અને વ્યાજ છે. તેમની આવકના એકમાત્ર સ્ત્રોત તરીકે બેંક ખાતા પર છે, હવે તેમને ITR ફાઇલ કરવાની જરૂર નથી. આ માટે આવકવેરા અધિનિયમ-1961માં નવી કલમ સેક્શન 194-P સામેલ કરવામાં આવી છે. આ અપડેટ એપ્રિલ 2021 થી લાગુ થશે. આ અંગે કેટલાક નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે અને બેંકોને તેની જાણ કરવામાં આવી છે.
નિયમોમાં શું ફેરફાર કરાયો?
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ અનુસાર આ સેક્શન કાર્યરત કરવામાં આવી છે. આ માટે સંબંધિત ફોર્મ્સ અને શરતો અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે નિયમ 31, નિયમ 31A, ફોર્મ 16 અને 24Qમાં જરૂરી સુધારા પણ કરવામાં આવ્યા છે.
નાણામંત્રીએ શું કહ્યું?
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, “હવે જ્યારે આપણે આપણા દેશના સ્વતંત્રતા દિવસના 75માં વર્ષમાં છીએ ત્યારે અમે ઉત્સાહ સાથે અમારી યાત્રા ચાલુ રાખીશું. પરંતુ અમે ટેક્સ કમ્પ્લાયન્સનું ભારણ ઘટાડીશું. એવા વરિષ્ઠ નાગરિકો માટે જેમની આવક પેન્શન અને વ્યાજ પાર આધારિત છે અમે તેમને આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ મુક્યો છીએ. તેમની જે બેંકમાં ખાતું હશે, તે બેંક તેમની આવક પર કરની રકમ કાપશે.
પીએમ મોદીએ અર્થવ્યવસ્થાને બૂસ્ટર ડોઝ આપ્યો
1991ના આર્થિક સુધારા દ્વારા ભારતને જે વૃદ્ધિની રસી આપવામાં આવી હતી, તેને વર્તમાન મોદી સરકારના સાડા આઠ વર્ષના કાર્યકાળમાં ‘બૂસ્ટર ડોઝ’ મળ્યો છે. 2014 માં, ભારત વિશ્વની ટોચની-10 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા માટેનો દેશ બન્યો, આજે તે બ્રિટનને પાછળ છોડીને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.