નવા વર્ષની શરુઆત સાથે RBI દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમે વિચારી રહ્યા છો કે ભવિષ્યમાં લોનના દરમાં રાહત મળશે તો તેમ નહીં થાય RBIએ જાહેર કર્યુ છે મોંઘી લોનના દરમાં કોઈ ઘટાડો કરવામાં નહી આવે. ત્યારે આ અંગે RBIના ગવર્નરે કહ્યું હતુ કે તેમની દૃષ્ટિએ અત્યારે દેશમાં ફુગાવાને અંકુશમાં રાખવો જરુરી છે. તેમણે કહ્યું હતુ કે વધતો ભાવ વધારો દક્ષિણ એશિયા માટે ખતરા રુપ છે. બીજી તરફ અનિયમિત ડોલર સાથે કોમ્પીટિશન કરવા સરકારની યોજનાઓની વિગતો આપતા ગવર્નરે જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય બેંક સીમા પાર વેપાર માટે દક્ષિણ એશિયાના દેશો સાથે વાતચીત કરી રહ્યું છે.
લોનના દરમાં રાહત નહીં, મોંઘવારી મુદ્દો અગત્યનો
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે જણાવ્યું હતુ કે ફુગાવાને અંકુશમાં રાખવો એ ભારત સહિત દક્ષિણ એશિયાના તમામ દેશોની ટોચની પ્રાથમિકતા છે. જે અંગેનુ કારણ જણાવતા તેમણે કહ્યું હતુ કે જો સમગ્ર પ્રદેશમાં મોંઘવારીનો દર વધશે તો સમગ્ર દેશમાં વિકાસ પણ જોખમી બની જશે. તેમજ સપ્લાય ચેઈનમાં સુધારાની સાથે કોમોડિટીના ભાવમાં નજીવા ઘટાડાના કારણે ફુગાવાનો દર ઘટ્યો છે. ત્યારે વર્તમાન પરિસ્થિતીમાં ભાવોને સ્થિર અને નિયત્રંણમાં રાખવાની સરકાર તેમજ RBIની પ્રાથમિકતા છે. જેના માટે ક્રેડિટ પોલિસી પગલાંની જરુર હોવાનું જણાવ્યું હતુ.
શું છે RBIની યોજના?
RBI ગવર્નરના મતે ફુગાવો અંકુશમાં રાખવા રિઝર્વ બેન્ક દ્વારા બનતા પગલા લેવામાં આવી રહ્યા છે અને તે જ RBIની પ્રાથમિકતા છે, ત્યારે તેનો સીધો અર્થ એ છે કે મધ્યસ્થ બેન્ક નીતિને હળવી કરવાની તરફેણમાં નથી. રિઝર્વ બેન્ક ફુગાવાને અંકુશમાં લેવા માટે સિસ્ટમમાંથી રોકડ દૂર કરવા પગલાં લઈ રહી છે. તેમજ તે વધારાની માગને તેમજ પુરવઠા માગને પણ સંતુલિત કરી રહી છે. આ માટે, કેન્દ્રીય બેન્ક મુખ્ય વ્યાજ દરો મોંઘા કરી રહી છે. ગયા વર્ષે, રિઝર્વ બેંકે 5 તબક્કામાં ચાવીરૂપ દરોમાં લગભગ 2 ટકાનો વધારો કર્યો હતો. આગામી મહિનાની પોલિસી સમીક્ષામાં દરો વધુ વધે તેવી શક્યતા છે.
RBI એ KYCના પ્રક્રિયા સરળ બનાવી
હવે KYC કરાવવા માટે બેંકની શાખામાં જવાની જરૂર રહેશે નહી. હવે KYC પ્રક્રિયા ઘર કે ગમે ત્યાંથી વીડિયો આધારિત know-your-customer પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરી શકાય છે. આરબીઆઈએ 5 જાન્યુઆરી 2023ના રોજ એક પ્રેસ રીલીઝમાં જણાવ્યું હતું કે નવી KYC પ્રક્રિયા વીડિયો-આધારિત પ્રક્રિયા દ્વારા અથવા બેંકની શાખામાં જઈને ગમે ત્યાં બેસીને કરી શકાય છે. આરબીઆઈએ કહ્યું છે કે જો KYCમાં કોઈ ફેરફાર ન થાય તો ગ્રાહક માત્ર સ્વ-ઘોષણા આપીને ફરીથી KYCની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે અને આને પૂરતું ગણવામાં આવશે.