ભારતીય ક્રિકેટ ટીમને બીજી T20 મેચમાં શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ નિશાના પર હતો કારણ કે તેણે અનેક નો બોલ ફેંક્યા હતા. નો બોલ ફેંકવો એ ક્રિકેટની દુનિયામાં મોટી ભૂલ માનવામાં આવે છે, પરંતુ એક એવો બોલર છે જેણે T20 ક્રિકેટમાં હજુ સુધી નો બોલ ફેંક્યો નથી.
જો ભુવનેશ્વરની T20 ઈન્ટરનેશનલ કરિયર જોવામાં આવે તો તેણે 87 T20 મેચ રમી છે અને 90 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની ઈકોનોમી 6.96 અને સરેરાશ 23.10 રહી છે.
આ બોલર છે ભારતનો અનુભવી ખેલાડી ભુવનેશ્વર કુમાર, ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી ટી 20 ઈન્ટરનેશનલ કરિયરમાં એક પણ નો બોલ નાખ્યો નથી.
ભુવનેશ્વર કુમારે પ્રથમ ટી 20 મેચ બેંગ્લુરુમાં પાકિસ્તાન વિરુદ્ધ 15 ડિસેમ્બર 2012ના રોજ રમી હતી. ત્યારથી લઈ અત્યારસુધી ભુવનેશ્વર ઈન્ટરનેશનલ ટી 20માં કુલ 298.3 ઓવર નાંખી છે પરંતુ આ દરમિયાન તેમણે એક પણ નો બોલ નાખ્યો નથી.
આ બોલરનું ટી 20 કરિયર હવે પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે. ભુવનેશ્વર કુમારે પોતાની છેલ્લી ટી 20 મેચ નેપિયરમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 22 નવેમ્બર 2022ના રોજ રમી હતી પરંતુ શ્રીલંકા વરુદ્ધ રમાઈ રહેલી સિરીઝમાં તેને તક મળી નથી.