દેશ-વિદેશ

યુદ્ધવિરામ વચ્ચે પણ રશિયાની યુક્રેનમાં તબાહી, નથી રોકાઈ રહ્યા રોકેટ હુમલા

યુદ્ધવિરામ વચ્ચે પણ રશિયા યુક્રેન પર પણ હુમલો કરી રહ્યું છે. બંને દેશોની સેના એકબીજા પર જોરદાર હુમલાઓ કરી રહી છે. રશિયાએ ઓર્થોડોક્સ ખ્રિસ્તી નાતાલના તહેવાર પર 36 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, જે શુક્રવાર બપોરથી શનિવારની રાત સુધી ચાલુ રહેશે. યુક્રેને આ યુદ્ધવિરામને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે તેનો હુમલો રોકવાનો કોઈ ઈરાદો નથી. અમેરિકાએ પણ રશિયાએ કરેલા યુદ્ધવિરામની જાહેરાતની ટીકા કરી હતી. રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે પુતિન યુદ્ધવિરામની આડમાં થોડો સમય લઈ રહ્યા છે, જેથી તેઓ પોતાની રણનીતિ બનાવી શકે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુક્રેનની સેનાનું કહેવું છે કે આ યુદ્ધવિરામ શું છે? શું તમે સાંભળી શકો છો? યુક્રેનની સેનાના એક સૈનિકે કહ્યું કે ગોળીબાર ચાલુ રાખીને તેઓ શું મેળવવા માંગે છે, અમે શીખ્યા છીએ કે અમારે રશિયા પર વિશ્વાસ કરવાની જરૂર નથી. રશિયાએ પોતાની સેનાને હુમલો રોકવાનો આદેશ આપ્યો હતો, પરંતુ હજુ પણ ફ્રન્ટલાઈન પર હુમલો કરવામાં આવી રહ્યો છે. રશિયન રક્ષા મંત્રાલયે કહ્યું કે, રશિયાન સેના યુદ્ધવિરામનું પાલન કરી રહી છે.

રશિયન સેના રોકેટથી કરે છે હુમલો

રશિયન સેનાએ પણ રોકેટ છોડ્યા છે, જેનો જવાબ યુક્રેનની સેનાએ ટેન્કમાંથી શેલ છોડીને આપ્યો હતો. યુક્રેનની સેનાનું કહેવું છે કે ખરાબ વાતાવરણને કારણે ડ્રોન ઉડાડવું મુશ્કેલ પડે છે અને આવી પસ્થિતિમાં સેના માટે ટાર્ગેટ પર હુમલો કરવો મુશ્કેલ છે. યુક્રેનની સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, સ્થિતિ પહેલા જેવી જ છે, સતત હુમલા થઈ રહ્યા છે, રોકેટ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી અને હુમલાઓ યથાવત છે. જો કે, દેશના અન્ય ભાગોમાં પણ આવું છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.

ખ્રિસ્તી ધર્મગુરુની અપીલ બાદ પુતિને આ નિર્ણય લીધો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે રાત્રે જાહેરાત કરી છે કે તેમની સેના 6 અને 7 જાન્યુઆરીએ યુક્રેન પર હુમલો નહીં કરે. એટલે કે રશિયા તરફથી બે દિવસ સુધી યુદ્ધવિરામ રહેશે. રશિયાના 76 વર્ષીય ખ્રિસ્તી ધર્મગુરુ પેટ્રિઆર્ક કિરીલની અપીલ બાદ પુતિને આ નિર્ણય લીધો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલિકે ટ્વિટર પર લખ્યું- રશિયાએ કબજે કરેલા પ્રદેશો છોડવા પડશે, તો જ અસ્થાયી યુદ્ધવિરામ થશે.

editor
R For You Desk