તાજા સમાચાર

મુંબઈની હોસ્પિટલમાં 3 કલાક ચાલ્યું રિષભ પંતનું ઓપરેશન, જાણો રિકવર થવામાં કેટલો સમય લાગશે

કાર અકસ્માતમાં ઘાયલ ભારતીય ટીમના વિકેટ કીપર અને બેટ્સમેન રિષભ પંતની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલ સારવાર ચાલી રહી છે. ત્યારે પંતની સ્થિતિને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ રિષભ પંતની સર્જરી સફળ રહી છે. પંતની સર્જરીને લઈને બીસીસીઆઈ દ્વારા કોઈ માહિતી હજુ સુધી અપવામાં આવી નથી. પરંતુ બુધવારે, BCCIએ પંતને દેહરાદૂનથી મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સર્જરી કરવામાં આવશે તે અંગેની જાણકારી આપી હતી.

3 કલાક ચાલી પંતની સર્જરી

રિષભ પંતનું આ ઓપરેશન લગભગ 3 કલાક ચાલ્યું હતુ. જે સર્જરી બાદ રિષભ પંતનો રિસ્પોન્સ સારો હતો. જણાવી દઈએ રિષભ પંત 30 ડિસેમ્બરના રોજ કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. તે દિલ્હીથી રૂડકીમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. ત્યારે સારવાર માટે પંતને દેહરાદૂનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તે 6 દિવસ સુધી દાખલ રહ્યો અને તે પછી તેને સર્જરી માટે દેહરાદૂનથી મુંબઈ કોકિલાબેન હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

પંતના ડાબા ઘુટણના લિગામેન્ટનું કરાયું ઓપરેશન

શુક્રવારે કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં રિષભ પંતની સર્જરી કરવામાં આવી હતી. અકસ્માત દરમિયાન પંતના જમણા પગના ઘૂંટણનું લિગામેન્ટ ફાટી ગયું હતું. જેની ડો. દિનશા પારડીવાલાએ પંતની સર્જરી કરી હતી. રિપોર્ટ અનુસાર, સર્જરી શુક્રવારે સવારે 10.30 વાગ્યે શરૂ થઈ હતી, જે ત્રણ કલાક સુધી ચાલી હતી. બીસીસીઆઈના આદેશને કારણે ડોક્ટરોએ આ અંગે કોઈ માહિતી આપી ન હતી. સર્જરી પહેલા છેલ્લા ત્રણ દિવસમાં પંતે અનેક ચેકઅપ કરાવ્યા હતા.

પંતને રિકવર થવામાં લાગશે લાંબો સમય

પંતને સંપૂર્ણ સ્વસ્થ થવામાં થોડા મહિનાનો સમય લાગશે. બીસીસીઆઈએ પહેલા જ કહ્યું હતું કે સર્જરી બાદ પંત હવે તેની પોતાની મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. પંતની સારવારનો સંપૂર્ણ ખર્ચ બોર્ડ ઉઠાવી રહ્યું છે. ત્યારે વરિષ્ઠ ઓર્થોપેડિક સર્જન ડૉ. અખિલેશે જણાવ્યું હતું કે લિગામેંટની સર્જરી પછી રિષભ પંતને ઘૂંટણની નિયમિત કસરત અને ફિઝિયોથેરાપીની જરૂર પડશે. તેમના મતે, લિગામેન્ટની સર્જરી પછી, કોઈપણ વ્યક્તિને ઉઠવામાં અને બેસીવામાં 6 થી 8 અઠવાડિયા લાગે છે. ઘણી વખત ઓપરેશન પછી પણ ઘૂંટણમાં દુખાવો કે ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે. આ કારણથી પંતે હજુ થોડો સમય હોસ્પિટલમાં વિતાવવો પડશે.

editor
R For You Desk