મનોરંજન

કિયારા સાથેના લગ્નને લઈ સિદ્ધાર્થ મલ્હોત્રાએ આપ્યું અનોખું રિએક્શન, વીડિયો વાયરલ

ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલના દિવસોમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે આ કપલે હજુ સુધી લગ્નના સમાચારની પુષ્ટિ કરી નથી. આ તમામ અટકળો અને સમાચારો વચ્ચે હવે એક એવો વીડિયો સામે આવ્યો છે, જેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે સિદ્ધાર્થ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા તાજેતરમાં દિલ્હીમાં એક સગાઈમાં સામેલ થયો હતો, જ્યાં અચાનક સ્ટેજ પર એક વ્યક્તિએ સિદ્ધાર્થના લગ્ન વિશે જણાવ્યું. જો કે, અભિનેતાએ તેના શબ્દો પર પ્રતિક્રિયા આપી ન હતી અને તરત જ વિષય બદલી નાખ્યો હતો. સિદ્ધાર્થ મલ્હોત્રા એક્ટ્રેસ આરતી ક્ષેત્રપાલના ભાઈ લવ અંસલની સગાઈમાં હાજરી આપવા ગુરુગ્રામ પહોંચ્યો હતો. આરતીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફંક્શનના અનેક ફોટો અને વીડિયો શેર કર્યા છે.

લગ્ન વિશે સાંભળીને સિદ્ધાર્થે આપ્યું રિએક્શન

આરતી ખેત્રપાલ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા વર-કન્યા સાથે સ્ટેજ પર જોવા મળે છે. તેણે ત્યાં ડાન્સ પણ કર્યો. પરિવાર સાથે ફોટો પણ ક્લિક કર્યા હતા. વીડિયોમાં સિદ્ધાર્થ કહે છે, “દિલ્હી કી શાદી કી બાત હી કુછ ઔર હૈ.” આ પછી, તેની બાજુમાં ઉભેલી વ્યક્તિ કહે છે, “દરેકને ઠંડી લાગી રહી છે, પરંતુ અહીં ફક્ત એક જ વ્યક્તિ છે જેને ગરમી લાગી રહી છે. તે વિશ્વનો સૌથી હોટ માણસ છે.” આ પછી તે કહે છે કે દિલ્હીનો છોકરો પણ લગ્ન કરવા જઈ રહ્યો છે. આ સાંભળીને સિદ્ધાર્થ સાઈડમાં જાય છે અને વિષય બદલી નાખે છે.

ટૂંક સમયમાં લગ્ન કરવાના અહેવાલ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ડેટિંગના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા છે. બંને સ્ટાર્સ ઘણીવાર સાથે જોવા મળે છે અને સાથે વેકેશન પર પણ જતા જોવા મળે છે. હાલમાં બંનેના લગ્નના ઘણા અહેવાલો મીડિયામાં આવ્યા છે. એવા અહેવાલો છે કે, સિદ્ધાર્થ અને કિયારા ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં લગ્ન કરી શકે છે. બંનેના લગ્ન રાજસ્થાનના જેસલમેરમાં સૂર્યગઢ હોટલમાં થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં ખૂબ જ નજીકના મહેમાનો જ હાજરી આપશે.

editor
R For You Desk