2020 ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યુ રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓએ તેમની નાગરિકતા છોડવાનું મુખ્ય કારણ અપરાધના દરમાં વધારો અથવા દેશમાં વ્યવસાયની તકોના અભાવના કારણે ભારતની નાગરિકતા છોડી છે. તથા અન્ય એક રિપોર્ટ અનુસાર, આપણા દેશની નાગરિકતા છોડીને બીજા દેશની નાગરિકતા લેવા પાછળ પણ આ કારણો છે – અત્યારે લોકો મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત વાતાવરણની શોધ, જીવનશૈલીના પરિબળો જેમ કે પ્રદૂષણ મુક્ત હવા, વધુ કમાણી જેવી નાણાકીય ચિંતાઓ. આ સિવાય પરિવાર માટે સારી હેલ્થકેર, બાળકો માટે શૈક્ષણિકના સારા સ્તર માટે પણ લોકો ભારત છોડી રહ્યાં છે.
એકોસ્ટ એડવાઈઝર્સના સીઈઓ પરેશ કારિયા કહે છે, “2020માં, સારી હેલ્થકેર, ઓછું પ્રદૂષણ અને બિઝનેસ કરવાની સરળતા ધરાવતા દેશો વિદેશમાં સ્થાયી થવા માટે કરવામાં આવેલી પૂછપરછમાં ટોચના મુદ્દા હતા. જે લોકો કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વિશે વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે. તેમ જ લોકોમાં અમેરિકાનું આકર્ષણ ઘટ્યું છે. તેનું કારણ ગ્રીન વિઝા માટે રોકાણની રકમ $5 લાખથી વધારીને $9 લાખ કરવાનું છે.
ભારતીય નાગરિકતા છોડી ક્યાં દેશમાં લોકો વધુ જાય છે
ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યુ વૈશ્વિક ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ તેના કેટલાક પરિબળો ભારતમાં પણ લાગુ પડે છે. સામાન્ય રીતે, જે દેશોમાં ભારતીયો લાંબા સમયથી મુલાકાત લેતા હોય છે અને જ્યાં તેમના પરિવાર અને મિત્રો રહે છે, તેઓ આપોઆપ તે દેશની નાગરિકતા સ્વીકારવાનું પસંદ કરે છે. આ સિવાય લોકો એવા દેશોમાં જાય છે જ્યાં પેપર વર્ક સરળ હોય છે. ભારતીયો ભારતની નાગરિકતા છોડીને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં જાય છે.
ભારતમાં બે દેશોની નાગરિકતા મળતી નથી
નાગરિકતા છોડનારા લોકોની સંખ્યામાં વધારો થવાનું એક મહત્વનું કારણ ભારતમાં નાગરિકતા સંબંધિત નિયમો પણ છે. બંધારણ સુધારણા નાગરિકતા અધિનિયમ 1955 મુજબ, ભારતમાં કોઈને બેવડી નાગરિકતા મળતી નથી. એટલે કે ભારતની નાગરિકતા ધરાવનાર વ્યક્તિ અન્ય કોઈ દેશની નાગરિકતા માટે લાયક નથી. આવી સ્થિતિમાં જે લોકો વિદેશ ગયા હોય , તેઓએ ત્યાં પોતાનો વ્યવસાય સ્થાપ્યો અને ત્યાંની નાગરિકતા મેળવી હોય છે. આવી સ્થિતિમાં ભારતમાં તેમની નાગરિકતા આપોઆપ સમાપ્ત થઈ જાય છે.
ભારતનો પાસપોર્ટ
ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર, ભારત હાલમાં 199 દેશોમાંથી પાસપોર્ટ રેન્કિંગમાં 71મા ક્રમે આવે છે. ભારતીય પાસપોર્ટ સાથે, તમે વિઝા વિના 71 દેશોમાં મુસાફરી કરી શકો છો. તો બીજી તરફ, અમેરિકા, બ્રિટનના પાસપોર્ટ પર તમે 173 દેશોમાં વિઝા વગર જઈ શકો છો. તેવી જ રીતે કેનેડા અને ઓસ્ટ્રેલિયાના પાસપોર્ટ પર 172 દેશોની યાત્રા કરી શકાય છે. આ એક મોટું કારણ છે કે ભારતની નાગરિકતા છોડીને લોકો અમેરિકા, કેનેડા જેવા દેશોની નાગરિકતા લઈ રહ્યા છે.
વિદેશમાં વધુ સારું જીવન ધોરણ
ભારતમાં 2030 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે, પરંતુ માથાદીઠ આવકના સંદર્ભમાં હજુ પણ તે પાછળ છે. લોકો પાસે શિક્ષણ, કમાણી અને દવા માટે પ્રમાણમાં ઓછી તકો છે. આ સિવાય પ્રદૂષણ જેવી સમસ્યાના કારણે લોકો વિદેશમાં વસવાટ કરે છે.