ગયા વર્ષે સૂર્યકુમાર યાદવને આંચકો આપનાર ઓલરાઉન્ડરે હવે તેની સાઉથ આફ્રિકાની ટીમને આંચકો આપ્યો છે. આ વર્ષે વર્લ્ડ કપ રમાવાનો છે અને દરેક ટીમ ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. દરમિયાન ડ્વેન પ્રિટોરિયસે 33 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. તેણે સોમવારે નિવૃત્તિની જાહેરાત કરી છે.સાઉથ આફ્રિકા માટે 30 T20, 27 ODI અને 3 ટેસ્ટ મેચ રમનાર પ્રિટોરિયસે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારત સામે રમી હતી.
ઈન્દોરમાં રમાયેલી સિરીઝની ત્રીજી T20 મેચમાં પ્રિટોરિયસને સૂર્યા 8 રને આઉટ કર્યો હતો. તેની નિવૃત્તિની જાહેરાત કરતા, સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડરે કહ્યું કે, તે તેની બાકીની કારકિર્દી માટે T20 અને અન્ય ટૂંકા ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
2 વર્લ્ડ કપનો ભાગ રહ્યો
પ્રિટોરિયસે સાઉથ આફ્રિકા માટે 2 વર્લ્ડ કપ રમ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ પણ તેના નામે છે. પ્રિટોરિયસે પાકિસ્તાન સામે 17 રનમાં 5 વિકેટ લીધી હતી. પ્રિટોરિયસે કહ્યું કે, ફ્રી એજન્ટ મને શ્રેષ્ઠ શોટ ફોર્મેટ પ્લેયર બનવામાં મદદ કરશે, હું આ કરી શકું છું. આનાથી હું મારી કારકિર્દી અને અંગત જીવનમાં સંતુલન બનાવી શકું છું. ગત વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપમાં પ્રિટોરિયસ સાઉથ આફ્રિકાનો પ્રથમ પસંદગીનો ઓલરાઉન્ડર હતો, પરંતુ ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા જ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
IPLમાં જોવા મળશે
પ્રિટોરિયસે સાઉથ આફ્રિકા માટે 3 ટેસ્ટ મેચમાં કુલ 7 વિકેટ લીધી હતી. અને 27 વનડેમાં 35 વિકેટ લીધી હતી. તેણે 30 T20 મેચમાં 35 વિકેટ પણ લીધી હતી. પ્રિટોરિયસ આ વર્ષે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળશે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે, પરંતુ આવનારો સમય તેના માટે ઘણો વ્યસ્ત રહેવાનો છે. SA20 લીગ 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. તે પછી તે આઈપીએલમાં વ્યસ્ત થઈ જશે. ત્યારબાદ ઓગસ્ટમાં ધ હન્ડ્રેડ લીગ રમાશે.
2016માં પ્રિટોરિયસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સફર ODI સાથે શરૂ કરી હતી. તેણે તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ 2017માં રમી હતી જ્યારે તેની પ્રથમ ટેસ્ટ મેચ 2019માં હતી. પ્રિટોરિયસ એક ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર છે અને તે વિશ્વની તમામ T20 લીગમાં રમે છે.