તાજા સમાચાર

આજે રોકાણકારોને આ શેરોએ આપ્યો ફાયદો, સેન્સેક્સ 60,800ને પાર

સોમવારે શેરબજારમાં તેજી જોવા મળી અને રોકાણકારો ખુશખુશાલ જોવા મળ્યા છે. સેન્સેક્સમાં 900 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે. વાસ્તવમાં, સાનુકૂળ વૈશ્વિક સંકેતો અને ત્રીજા ક્વાર્ટરમાં સારા પરિણામોની અપેક્ષાને કારણે શેરબજારમાં સારું વળતર જોવા મળી રહ્યું છે. જ્યાં સેન્સેક્સ તેજીની સાથે 60,800 પોઈન્ટને પાર કરી ગયું અને નિફ્ટી 18,100ના સ્તરને પાર કરી ગયું.

રોકાણકારોને આજે 3.45 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થઈ ચૂક્યો છે. જાણકારોનું કહેવું છે કે ગયા અઠવાડિયે આશરે રૂ. 5,900 કરોડના ભારતીય શેરો વેચનાર FII દ્વારા વેચાણને બાદ કરતાં તમામ સંકેતોમાં તેજી છે. જાણો કયા કારણે શેરબજારમાં આ તેજી જોવા મળી રહ્યા છે.

સવારે પણ માર્કેટ તેજી સાથે ખુલ્યુ

આજે રોકાણકારોનું સેન્ટિમેન્ટ શરૂઆતથી જ સકારાત્મક જોવા મળી રહ્યું છે અને તેઓએ ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ ખરીદી કરવાનો આગ્રહ રાખ્યો હતો. ગયા સપ્તાહે પાંચમાંથી ત્રણ ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ આજે સવારે 247 પોઈન્ટના વધારા સાથે 60,147 પર ખુલ્યો અને ટ્રેડિંગ શરૂ કર્યું, જ્યારે નિફ્ટી 94 પોઈન્ટ વધીને 17,953 પર ખુલ્યો અને ટ્રેડિંગ શરૂ કર્યું હતું. વૈશ્વિક બજારમાં આવેલી તેજીની અસર આજે ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી હતી અને ગયા સપ્તાહ સુધી નફો બુક કરવાનો આગ્રહ રાખતા રોકાણકારોએ આ સપ્તાહે ખરીદી પર વધુ ભાર મૂક્યો હતો.

આજે આ શેરોએ રોકાણકારોને આપ્યો ફાયદો

આજે કારોબાર શરૂ થતાંની સાથે જ રોકાણકારોએ હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડ બેંક જેવી કંપનીઓના શેરમાં ઝડપી ખરીદી શરૂ કરી હતી અને સતત રોકાણ સાથે આ કંપનીઓના શેરો ટોપ ગેનર્સની યાદીમાં આવી ગયા હતા. બીજી તરફ, ટાઈટન કંપની, એશિયન પેઇન્ટ્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને આઇશર મોટર્સ જેવી કંપનીઓના શેરોમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે આ શેરો ટોપ લૂઝરની શ્રેણીમાં આવ્યા હતા.

editor
R For You Desk