દેશ-વિદેશ

આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગની હેરાફેરી કરતી ટોળકીનો પર્દાફાશ, 2 અફઘાની સહિત 16ની કરાઈ ધરપકડ

ડ્રગ માફિયાઓને ઝડપી પાડવામાં NCBને મોટી સફળતા મળી છે. ભારતમાં દરિયા મારફતે ડ્રગ્સને દેશમાં લાવવામાં આવી રહ્યું હોવાની જાણકારી મળતા NCB દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના વાયર દિલ્હીના શાહીન બાગ અને મુઝફ્ફરનગર સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. મુઝફ્ફરનગરમાં 2 અફઘાન નાગરિકો દ્વારા હેરોઈનને દેશમાં લાવવામાં આવી રહ્યું હતી. જ્યારે વિદેશથી આવેલ હિરોઈનને શાહીન બાગથી મુઝફ્ફરનગર મોકલવામાં આવી રહ્યું હતુ. આ સિન્ડિકેટમાંથી અત્યાર સુધીમાં 150 કરોડથી વધુની કિંમતનું હેરોઈન ઝડપાયું છે. હકીકતમાં, 15 નવેમ્બર, 2022 ના રોજ, લુધિયાણામાં, એનસીબીના ચંદીગઢ યુનિટે સંદીપ સિંહ પાસેથી 20 કિલોથી વધુ હેરોઈન રિકવર કર્યું હતું.

ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ

એનસીબીએ અનેક એજન્સીઓ સાથે મળીને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ હેરોઈનને 2 લેબમાં પ્રોસેસ કરવામાં આવી રહી હતી. આ સિન્ડિકેટ ચલાવતા બે અફઘાન નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સિન્ડિકેટ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ચલાવવામાં આવતું હતું અને ભારતના ઘણા રાજ્યોમાં ફેલાયેલું હતું. આ સિન્ડિકેટના 60 બેન્ક ખાતા સીઝ કરવામાં આવ્યા છે.

2 અફઘાન નાગરિકો સહિત 16ની ધરપકડ

ત્યાર બાદ સતત દરોડામાં 30 કિલોથી વધુ હેરોઈન અને અન્ય નશીલા પદાર્થો મોટી માત્રામાં મળી આવ્યા છે. આ કેસમાં સંદીપ સિંહ સહિત 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં 2 અફઘાન નાગરિકો પણ સામેલ છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ અક્ષય છાબરા છે. જે લુધિયાણાથી આ સિન્ડિકેટ ચલાવતો હતો, અક્ષયના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સંબંધો છે, તે કાર્ગો મારફતે હેરોઈન મંગાવે છે. આ સિન્ડિકેટ દ્વારા ખરીદવામાં આવેલી કુલ 30 મિલકતોની ઓળખ કરવામાં આવી છે, જેને જપ્ત કરવામાં આવી રહી છે.

3 મહિનાની મહેનત બાદ તમામ આરોપીઓ ઝડપાયા

જણાવી દઈએ કે આ સિન્ડિકેટનું નેટવર્ક ક્લબ અને રેસ્ટોરન્ટમાં ફેલાયેલું હતું. આ સિન્ડિકેટ દારૂ, ઘી અને ચોખાના ધંધામાં પણ હતું. એનસીબીના ઉત્તરીય ક્ષેત્રના ડેપ્યુટી ડાયરેક્ટર જ્ઞાનેશ્વર સિંહના જણાવ્યા અનુસાર, આ એક મોટું ઓપરેશન હતું. જેમાં 3 મહિનાની મહેનત બાદ તમામ આરોપીઓ ઝડપાયા છે.

150 કરોડથી વધુની કિંમતનું હેરોઈન જપ્ત

NCB પાસેથી મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં આ સિન્ડિકેટમાંથી 150 કરોડથી વધુની કિંમતનું હેરોઈન ઝડપાયું છે. હકીકતમાં, 15 નવેમ્બર 2022 ના રોજ, NCBના ચંદીગઢ યુનિટે લુધિયાણામાં સંદીપ સિંહ પાસેથી 20 કિલોથી વધુ હેરોઈન રિકવર કર્યું હતું. આ સિન્ડિકેટના 60 બેંક ખાતા જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સતત દરોડામાં 30 કિલોથી વધુ હેરોઈન અને અન્ય ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવ્યા હતા. આ કેસમાં સંદીપ સિંહ સહિત 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આમાં 2 અફઘાન નાગરિકો છે.

editor
R For You Desk